જામનગર શહેરમાં ગાંધીનગર, શાંતિનગર, મોમાઇનગર અને પુનિતનગર, પટેલ કોલોની વગેરે વિસ્તારને જોડતાં રેલ્વે સ્ટેશન સામેની વિશાળ જગ્યા સિનિયર સિટીઝનો અને યુવાનો માટે રમતગમતની જગ્યા ઉપલબ્ધ હતી. પરંતુ આ જગ્યામાં કોર્ટ બિલ્ડીંગ, સાયન્સ સિટી તથા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ નિર્માણ પામી રહ્યું છે. તો આ વિસ્તારના લોકો દ્વારા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ વચ્ચેથી સરૂ સેકશનને જોડતો એક નવો રસ્તો બનાવવામાં આવે તેના કારણે ટ્રાફિકનું ભારણ ઘટે. તેવી માંગણી ધારાસભ્ય અને મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં રેલવે સ્ટેશન સામે વિશાળ મેદાન આવેલું હતું. આ મેદાનમાં આજુબાજુના વિસ્તારો જેવા કે, પટેલ કોલોની, શાંતિનગર, મોમાઇનગર, ગાંધીનગર, પુનિતનગર જેવા વિસ્તારના યુવાનો માટે રમતગમત માટે તથા સિનિયર સિટીઝન માટે વોકિંગની સુવિધા મળતી હતી. પરંતુ તાજેતરમાં આ વિશાળ મેદાનમાં નવું કોર્ટ બિલ્ડીંગ તેમજ સાયન્સ સિટ અને સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું નિર્માણ થઇ રહ્યું છે. આ બિલ્ડીંગના નિર્માણ બાદ લોકોની સુવિધામાં અનેકગણો વધારો થઇ જશે. દરમ્યાન ગાંધીનગર કો. ઓપરેટિીવ હાઉસિંગ સોસાયટી લિમીટેડના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર તથા મંત્રી હિતેન્દ્રસિંહ જાડેજા સહિતના સભ્યોએ આ વિસ્તારના લોકો સાથે મળીને ધારાસભ્ય રીવાબા જાડેજા અને મહાનગરપાલિતકાના કમિશનર ડી. એન. મોદીને લેખિતમાં કરેલી રજૂઆતમાં નવનિર્માણ પામી રહેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને સાયન્સ સિટી વચ્ચેથી એક રસ્તો બનાવવામાં આવે. જે સરૂ સેકશન રોડને જોડતો હોય જેથી આ વિસ્તારના રહેવાસીઓ માટે ટ્રાફિકનું ભારણ ઘટી શકે અને લોકોની સુગમતા વધી જાય તેવી લોકો દ્વારા માંગણી કરી લેખિત રજૂઆત કરવામાં આવી છે.


