Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના ગુલાબનગરમાં બે શખ્સોએ યુવાનને લમધાર્યો

જામનગરના ગુલાબનગરમાં બે શખ્સોએ યુવાનને લમધાર્યો

જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં ત્રણ મિત્રો નાસ્તો કરીને જતા હતા ત્યારે બે શખ્સોએ આંતરીને જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતો અને નોકરી કરતો ભાવેશ હીરાભાઇ કુશવાહ અને તેના મિત્ર શિવમ્ ત્રિવેદી અને હિમાંશુ ચાવડા નામના ત્રણ મિત્રો ગત્ શનિવારના મધ્યરાત્રિના સમયે નાસ્તો કરીને તેના ઘર તરફ જતા હતા ત્યારે લકકી હોટલ નજીક જાવેદ ખીરા અને રાહુલ કોળી નામના બે શખ્સોએ ભાવેશને આંતરીને તું અહીં શું કરવા આવ્યો છે? તેમ કહી બન્ને શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી મુઢ ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ હવે અહીં દેખાઇશ તો પતાવી દેશું તેવી ધમકી આપી હતી. હુમલાના બનાવ અંગેની જાણના આધારે પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular