Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરએલસીબીએ કારનો પીછો કરી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સને દબોચ્યો

એલસીબીએ કારનો પીછો કરી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સને દબોચ્યો

ફલ્લા નજીક ગોળાઇમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા : 520 બોટલ દારૂ, મોબાઇલ અને કાર કબ્જે : બે શખ્સોની સંડોવણી ખુલી : ગઢડા ગામના ખેતરમાંથી દારૂ-બીયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે : ધ્રોલ પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કરી કાર્યવાહી

જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીક આવેલી ગોળાઇમાં એલસીબીની ટીમએ કારનો પીછો કરી આંતરી લીધા બાદ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લીધો હતો. ધ્રોલ તાલુકાના ગઢડા ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાંથી સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન 292 બોટલ દારૂ અને 64 નંગ બીયરના ટીન સહિતના મુદામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ ફલ્લા નજીક ધ્રોલથી આવી રહેલી કારમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના રૂષીરાજસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, કાસમભાઇ બ્લોચ તથા યુવરાજસિંહ ઝાલાને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ભયપાલિંહ જાડેજા,ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઇ વીરડા,ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફએ વોચ ગોઠવી હતી. તે દરમ્યાન ધ્રોલ તરફથી આવી રહેલી બલેનો કાર નંબર જીજે01-આરએકસ-0836નો પીછો કરી ફલ્લા ગામના ડેમ નજીકથી આંતરી લીધી હતી. તેમજ તે પહેલાં જગદિશએ કાર આગળ પાછળ લેવા જતાં પાછળ ઉભેલી કારમાં અથડાતાં નુકશાન થયું હતું.

- Advertisement -

દરમ્યાન એલસીબીની ટીમએ કારની તલાશી લેતાં કારમાંથી રૂા. 4,08,800ની કિંમતની ઇંગ્લીશ દારૂની 520 બોટલ અને રૂા. 10 હજારની કિંમતનો એક મોબાઇલ ફોન તથા રૂા. 3 લાખની કિંમતની કાર સહિત કુલ રૂા. 7,18,800ના મુદામાલ સાથે જીતેન્દ્રભાઇ ઉર્ફે જયલો ટકો જગદીશભાઇ ચાવડા નામના શખ્સને દબોચી લીધો હતો. તેની પૂછપરછ કરતાં આ દારૂના જથ્થામાં જામનગરની દીપ અનિલ સોંદરવા અને પીન્ટુ ઉર્ફે બાઠિયો પરમાર નામના બે શખ્સોની સંડોવણી ખુલતા એલસીબીની ટીમએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દારૂનો બીજો દરોડો ધ્રોલ તાલુકાના ગઢડા ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો પડયો હોવાની હે.કો. રાજેશભાઇ મકવાણા, કલ્પેશભાઇ બી. કામરિયા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, કરણભાઇ શિયારને મળેલી બાતમીના આધારે પીઆઇ એચ. વી. રાઠોડ, હે.કો. રાજેશભાઇ, કલ્પેશભાઇ, હરદેવસિંહ, પો. કો. નાગજીભાઇ, કરણભાઇ અને રઘુવીરસિંહ સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન તલાશી લેતાં ઓરડીમાંથી રૂા. 3,14,000ની કિંમતની ઇંગ્લીશ દારૂની 228 બોટલ અને 64 નંગ બિયરના ટીન મળી આવતાં પોલીસે મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા દેવુભા જાડેજાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો ભચાઉના રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ સપ્લાય કર્યાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular