સામાન્ય રીતે સવારે નરણા કોઠે શું-શું ખાવું જોઇએ તેવી ઘણી વાત આપણે સાંભળી હશે પરંતુ, સવારે ખાલી પેટે શું ન ખાવું જોઇએ… તે જાણીએ જેથી તમારા સ્વાસ્થ્યને અસર થાય છે.
સવારે ઉઠયા પછી તમે જે સૌથી પહેલા ખાઓ છો તે તમારા સ્વાસ્થ્યને અસર કરે છે. તમને જણાવી દઇએ કે સવારના નાસ્તામાં લોકો કાં તો ખૂબ ભારે ખોરાક ખાય છે અથવા તો કંઇક એવું ખાય છે જે તેમના સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. ઘણાં લોકો સવારે ખાલી પેટે ચા કે કોફી પીવે છે જ્યારે કેટલાંક લોકો ફળ ખાય છે રજાના દિવસે લોકો છોલેપુરી અને ભટુરા જેવી સ્વાદિષ્ટ અને ભારે વસ્તુ ખાય છે. પરંતુ, શું તમે જાણો છો કે સવારની આ આદતો તમારા સ્વાસ્થ્ય પર શું અસર કરે છે. ચાલો જાણીએ.. નિષ્ણાંતો સવારે ખાલી પેટે ચટપટુ, તેલ મસાલા વાળો ભારે ખોરાક ન ખાવાની સલાહ આપે છે. આવા ખોરાક ખોવાથી હાર્ટબર્ન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તો આવા ભારે અને તેલયુકત ખોરાક ખાવાથી દિવસભર પેટમાં ભારેપણુ અનુભવાય છે. તેથી ઓછું મસાલેદાર અને પૌષ્ટિક ખોરાક ખાઓ.
આ ઉપરાંત આખી રાત સુતા પછી ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ ઠંડુ પાણી પીવે છે આ આદત પેટમાં ખેંચાણનું કારણ બની શકે છે. તેમજ ઠંડુ પાણી પીવાથી ઢીલાશ, ધીમી પાચન પ્રક્રિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી સવારે ઉઠયા બાદ ઠંડુ નહીં પરંતુ હુંફાળુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત સવાર-સવારમાં વધુ પડતી મીઠી વસ્તુઓ નહીં ખાવી, હળવી કસરત કર્યા પછી જ નાસ્તો કરવો જોઇએ.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)


