દરેક ઋતુની પોતાનો નેચર હોય છે જે મુજબ તે ઋતુમાં અમુક શાકભાજી તો અમુક સિઝનલ ફળો પણ આવતા હોય છે ત્યારે આપણા વડીલો કહેતા કે સીઝનમાં મળતા શાકભાજી અને ફળો ખાવા જોઇએ. કારણ કે, તે જે-તે સીઝનની તાસીર મુજબ, તમારા શરીરને અસર કરતા હોય છે. ત્યારે હાલ મસ્ત મોન્સૂન ચાલી રહ્યું છે ત્યારે ચોમાસામાં ખારેક વધુ જોવા મળે છે ત્યારે ચાલો જાણીએ ચોમાસામાં ખારેકના અઢળક ફાયદાઓ…
ખારેકમાં મિનરલ્સ ભરપુર માત્રામાં હોય છે જે વ્યક્તિને ખુબ થાક લાગતો હોય તેમણે ખારેકનું સેવન કરવું જોઇએ. આ ઉપરાંત તેમાંથી ઝિંક, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, પોટેશિયમ જેવા તત્વો પણ ભરપુર પ્રમાણમાં મળે છે. ચોમાસામાં શરદી ઉધરસથી બચવા માટે ખારેક ઉપયોગી છે. ખારેકમાં કુદરતી મીઠાસ છે. તે સુગર લેવલને નિયંત્રિત કરવાની ગુણવતા ધરાવે છે. તેમાં હાજર ફાઈબર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે, ડાયાબિટીસના દર્દીઓ એ ડોકટરની સલાહ મુજબ ખારેકનું સેવન કરવું જોઇએ. ખારેક ખાવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે તે હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું કરે છે તેમજ ખારેકનું સેવન કરવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે.
ખારેકમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપુર માત્રામાં હોવાથી હાડકાને મજબુત બનાવે છે તેનાથી સંધિવા અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ખારેકથી મગજ સ્વસ્થ રહે છે યાદ શકિત વધે છે. જ્ઞાનતંતુઓમાં કોઇપણ પ્રકારના સોજાને ઘટાડીને તણાવને જડમુળથી દૂર કરે છે ત્યારે ઘણાને પ્રશ્ર્ન પણ થતો હોય છે કે, લાલ ખારેક ખાવી વધુ સારી કે પીળી ખારેક વધુ સારી..?? ત્યારે જાણીએ કે, લાલ ખારેકમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી પાચનશકિત સારી થાય છે. ત્યારે પીળી ખારેકમાં વિટામિન સી નું પ્રમાણ થોડું વધુ હોવાથી રોગ પ્રતિકારક શકિતને વધારવામાં મદદ કરે છે બન્ને રંગની ખારેકમાંથી આ બધા ગુણો હોય છે. બસ તેનું પ્રમાણ ઓછું-વધારે હોય છે પણ મુંબઇના લોકો સૌથી વધુ લાલ રંગની ખારેક ખાવાનું પસંદ કરે છે. લાલ અને પીળા રંગની ખારેક વચ્ચે પોષણના મામલે 19-20 નો તફાવત છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)


