જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર ઘાસચારો જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં 15600 કિલો ઘાસચારો જપ્ત કરી રૂા.11500નો દંડ વસુલાયો હતો.
જામનગર શહેરમાં પશુ નિયંત્રણ પોલીસીની અમલવારી કરવા અનુસંધાને કમિશ્નરની સુચના અન્વયે નાયબ કમિશનર તથા સીટી ઈજનેરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા ધંધાર્થીઓનો ઘાસચારો જપ્તીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજરોજ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો મારફત અંદાજે 1પ,600 કિલો જેટલો ઘાસચારો જપ્ત કરી, રૂ.11500/- દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ ઘાસચારા વેંચાણ કર્તા ધંધાર્થીઓએ કેટલ પોલીસી અંતર્ગત લાયસન્સ/પરમીટ મેળવવાની રહેતી હોય, આમછતાં તેઓ ધ્વારા ધોરણસર લાયસન્સ/પરીમટ લેવામાં આવેલ ન હોય, આથી મ.ન.પા. ધ્વારા શહેરમાં ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ બંધ કરાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
તેમજ જાહેર રોડ રસ્તા પર ઘાસચારો નાખવાની પશુઓ ભેગા થવા અને ટ્રાફિકની સમસ્યા, અકસ્માત થવાનો ભય રહેતો હોય, જાહેર જનતાને રોડ રસ્તાઓ ઉપર ઘાસચારો ન નાખવા અપીલ કરવામાં આવે છે. વધુમાં લોકોએ ઘાસચારો દાન કરવો હોય તો JMC Connect App. મારફત દાન આપવા અથવા મહાનગરપાલિકા હસ્તકની ગૌશાળાઓ ખાતે દાન કરવા અપીલ કરવામાં આવે છે.


