Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં રૂપિયાની ઉઘરાણી કરતા વેપારીને ધોકાથી માર માર્યો

જામનગરમાં રૂપિયાની ઉઘરાણી કરતા વેપારીને ધોકાથી માર માર્યો

જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ : પોલીસ દ્વારા તપાસ

જામનગરના કિશાન ચોક વિસ્તારમાં બાકી રૂપિયાની ઉઘરાણીના પ્રશ્ને વેપારીને લાકડાના ધોકા વડે માર માર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસ દ્વારા ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના ખંભાળિયા નાકા બહાર નાગરપરા શેરી નં.1માં રહેતા અને વેપાર કરતા દિનેશલાલ શિવલાલ જોઇસર, હિરેન રાજેશ નાખવા સાથે બ્રાસના સામાનનો લે-વેચનો ધંધો કરતા હોય અને આરોપી હિરેન પાસેથી રૂા.83 હજાર લેવાના બાકી નિકળતા હોય જે બાબતે અવાર નવાર કહેવા છતાં આરોપી નાણા આપતો ન હોય અને આ અંગે તા.14 જુલાઇના રોજ ફરિયાદી આરોપીને મળવા જતાં હિરેનએ ફરિયાદી દિનેશભાઇને અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે દિનેશભાઇ દ્વારા હિરેન રાજેશ નાખવા વિરૂઘ્ધ સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક શખ્સ વિરૂઘ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular