જામનગર મહાનગર પાલિકા દ્વારા રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે મહાનગર પાલિકા દ્વારા અનેક વિવિધ કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં શહેરમાં રખડતા ઢોરને પકડની શહેરમાં ચાર ઢોરના ડબ્બા આવેલા છે, ત્યાં રાખવામાં આવે છે. જે પૈકી હાપા ખાતે આવેલા ગૌશાળામાં ગાયને રાખવામાં આવે છે. જયાં આજે કમિશ્નર દિનેશ મોદી અને સાથે અધિકારીઓની ટીમ દ્વારા સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દિનેશ મોદીએ આજે હાપા વિસ્તારમાં મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાની અચાનક મુલાકાત લીધી હતી. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન કમિશ્નરે ગૌશાળામાં રહેતા પશુઓની સ્થિતિ, વ્યવસ્થાઓ અને સુવિધાઓનું સ્થાન પર જઈને નિરીક્ષણ કર્યું હતું. હાપા ખાતે આવેલા ગૌશાળામાં 410 ગાય આવેલી છે. મુલાકાત દરમિયાન કમિશ્નરે ધાસચારો, પાણી, પશુઓની સારવાર અને હાલની સંખ્યા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમજ વધુ સુધારાની દિશામાં સૂચનાઓ આપી.ગૌશાળામાં હાલમાં 12 સફાઈ કામદાર,1 પશુ ચિકિત્સક,2 એલઆઈ અને 1 એસએસઆઈ ફરજ બજાવે છે. હાપા ગૌશાળામાં ગાયને મળતા ધાસચારા, પાણી, સહીતની તમામ વ્યવસ્થા અંગે તમામ વિગતો મેળવીને તેની ચકાસણી કરવાામાં આવી હતી. જે દરમિયાન કમિશ્નર દિનેશ મોદી, સાથે ડેપ્યુટી કમિશ્રન દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશ્રન મુકેશ વરણવા, સીટી ઈજનેર ભાવેશ જાની, પ્રોજેકટ એન્ડ પ્લાનીંગના રાજેન્દ્ર જાની, સહીતના અધિકારીઓ અને કર્મચારી સાથે હાજર રહ્યા હતા.
કમિશ્નરે શહેરીજનોને પણ અપિલ કરવામાં આવી છે કે રખડતા પશુઓ ધાસચારો ના આપી ગૌશાળામાં દાન આપી શકે, રૂબરુ ગૌશાળા જઈને ગાયને ધાસચારો આપી શકે કે ઓનલાઈન પણ ગૌશાળાને દાન કરી શકે. રસ્તા ઉપર ધાસચારો કે અનાજ નાં નાખે જેથી રખડતા પશુઓ ભેગા ન થાય. આ ઉપરાંત જન્મદિવસ કે કોઈ ખાસ દિવસ કે પ્રસંગ પર ગૌશાળામાં દાન કરીને દિવસને યાદગાર બનાવી શકાય.


