Friday, December 5, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસશું તમે પણ દરરોજ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીઓ છો...? તો જાણી...

શું તમે પણ દરરોજ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીઓ છો…? તો જાણી લો…

આયુર્વેદમાં તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેવું કહેવાય છે કે આ પાણી શરીરને ડિટોકસ કરે છે પાચનમાં સુધારો કરે છે અને રોગ પ્રતિકારક શકિત પણ વધારે છે પરંતુ, શું તમે જાણો છો કે આ પાણી ખોટી રીતે પીવામાં આવે તો તે ફાયદાના બદલે નુકસાન પહોંચાડી શકે છે તો ચાલો જાણીએ કે તાંબાનું પાણી પીવાની સાચી રીત શું છે ?

- Advertisement -

સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે આ પાણી પીવું જેનાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે અને ચયાપચય સુધરે છે. રાત્રે સુતા પહેલાં તાંબાના વાસણ, ગ્લાસ અથવા કળશમાં પાણી ભરો. રાતોરાત તાંબુ પાણીમાં કોપર આર્યન જેવા ફાયદાકારક તત્વો છોડે છે ત્યારે 6 થી 8 કલાક પછી પાણી પીવું જોઇએ. જો તેને વધુ સમય સુધી રાખવામાં આવે તો પાણીની ગુણવતા બગડી શકે છે અને તે શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે. ત્યારે વધુ પડતુ કોપરવાળુ પાણી ન પીવો. દિવસમાં 1 કે 2 ગ્લાસ પુરતુ છે. વધુ પાણી પીવાથી શરીરમાં કોપરનું પ્રમાણ વધી શકે છે.

તાંબાના વાસણને દરરોજ લીંબુ, મીઠું અથવા આમલીથી સારી રીતે સાફ કરવા જોઇએ. તાંબા પર જામેલું લીલુ કે, કાળુ પડ નુકસાનકારક હોઇ શકે છે. તાંબાનું વધુ પડતુ પાણી પીવાથી પેટમાં દુ:ખાવો, ઉલ્ટી કે ઉબકા આવી શકે છે તે લીવર પર પણ અસર કરી શકે છે. ધાતુની ઝેરી અસર એટલે કે, શરીરમાં વધુ પડતુ તાંબુ ઝેરી અસર પેદા કરી શકે છે. વધુ પડતુ સેવન માથાનો દુ:ખાવો અને થાકનું કારણ પણ બની શકે છે. જો યોગ્ય રીતે તાંબાના વાસણમાં પાણી પી શકાય તો અદભૂત ફાયદાઓ કરે છે જેમ કે, બેકટેરીયા ખતમ કરે છે. થાઈરોઈડ નિયંત્રિત કરે છે, ત્વચા માટે ગુણકારી, પાચનક્રિયા માટે લાભદાયી, વધતી ઉંમરનો રોકે, લોહીની ગુણપ દૂર કરે, કેન્સર સામે લડવામાં સહાયક, હૃદયને સ્વસ્થ રાખે, હાઈપર ટેન્શન ને દૂર કરે છે.

- Advertisement -

આપણા પુર્વજો દરરોજ રાત્રે સુતા સમયે તાંબાના લોટામાં પાણી ભરીને પથારી પાસે રાખતા અને ઉઠતા સાથે નરણા કોઠે તે લોટો ભરીને તાંબાનું પાણી પી લેતા જે તાંબાના વાસણમાં પાણી પીવાની સાચી રીત છે. તેથી જ તો આગળના લોકો છેક સુધી સ્વસ્થ રહે છે અને ડોકટરથી દૂર રહે છે. આમ જો તમે પણ તાંબાના વાસણમાં પાણી પીતા હોય તો ધ્યાનથી વાંચો અને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરો. જેથી સ્વાસ્થ્યને ફાયદો કરે.

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular