જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં પ્રૌઢને અગાઉ ત્રણ ઓપરેશન કરાવેલ હોય અને તબિયત સારી રહેતી ન હોવાથી જિંદગીથી કંટાળીને સોમવારે સવારના સમયે પોતાના ઘરે પંખામાં ચુંદડી વડે ગળેફાંસો ખાવા જતાં પડી જતાં માથામાં ઇજા પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવતા તેમનું મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલી ખોડિયાર કોલોનીમાં પ્રગતિ પાર્ક વિસ્તારમાં આવેલા શ્લોક એપાર્ટમેન્ટમાં રહેતાં સંદીપભાઇ પ્રદ્યુમનરાય અઘ્યારૂ (ઉ.વ.57) નામના પ્રૌઢે શરીરના ત્રણ ઓપરેશન કરાવ્યા હતા. આ ઓપરેશન કરાવ્યા છતાં તબિયતમાં સુધારો થતો ન હતો. જેના કારણે બિમારીથી કંટાળીને પ્રૌઢે ગત્ તા. 9ના બુધવારે તેના ઘરે રૂમમાં રહેલા પંખામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવા જતાં નીચે પડી જતાં માથાના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગે શૈલેષભાઇ દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઇ ટી. કે. ચાવડા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


