Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoફિલ્મોમાં જોયા હોય તેવા દ્રશ્યો વાસ્તવિકતામાં જોતા લોકો સ્તબ્ધ... - VIRAL VIDEO

ફિલ્મોમાં જોયા હોય તેવા દ્રશ્યો વાસ્તવિકતામાં જોતા લોકો સ્તબ્ધ… – VIRAL VIDEO

સોશિયલ મીડિયા પર તમને રોજેય કંઈક અજુગતુ જોવા મળી રહે છે. લોકો પોતાની આસપાસ જરા પણ નવીન લાગતુ દ્રશ્ય તરત જ કેપ્ચર કરી અને સોશિયલ મીડિયા પર શેર કરતા જોવા મળતા હોય છે ત્યારે તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો. જે કદાચ તમે વાસ્તવિક જીવનમાં કયારેય નહીં નિહાળ્યો હોય પરંતુ, આવા ફિલ્મી દ્રશ્યો અવાર-નવાર જોવા મળ્યા હશે.

- Advertisement -

તમે કલ્પના કરો કે તમે રસ્તા પર જઈ રહ્યા છો અને અચાનક તમને એક કાર દેખાય છે જે એક બાજુથી નોર્મલ છે પરંતુ આઘાત તમને ત્યારે લાગશે જ્યારે તમે કારની બીજી તરફ જાશો. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે જેણે નેટીઝન્સને તેમની સીટ પરથી કુદીને વિચારવા મજબુર કરે છે.

- Advertisement -

આ વીયિડોમાં જોઇ શકાય છે કે, આ કારનો જમણો ભાગ બરાબર છે પરંતુ, ડાબો ભાગ એટલો ડેમેજ છે કે કોઇ વિશાળ ખાંચો જોઇ શકાય છે. જાણે કોઇ વિશાળ હથોડાથી કચડી નાખવામાં આવ્યો હોય છતા પણ અંદરની તરફ ઘસી ગઇ છે અને ડ્રાઈવરની બાજુના દરવાજા થોડા જીલ્લા છે. એકંદરે કાર એટલી ક્ષતિગ્રસ્ત છે કે, તમે કલ્પના પણ કરી શકતા નથી છતાં પણ આ કાર ઝડપથી દોડી રહે છે. બાજુમાંથી નીકળતા બીજા કાર ચાલકે આ દ્રશ્ય જોયું અને તેણે તરત પોતાનો ફોન કાઢીને આ વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આ વીડિયો X પ્લેટફોર્મ પર @gharkekalesh પરથી શેર કરાયો છે. જે ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે પ્રશ્ન એ છે કે, સેફટી અને સિકયોરિટીનું શું… આવી ક્ષતિગ્રસ્ત કારને આટલી સ્પીડમાં ચલાવવી તે જીવ માટે જોખમી નથી…? શું અહીં પોતાનો અને અન્યનો જીવ જોખમમાં નથી દેખાઈ રહ્યો…?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular