દરેક વ્યક્તિની જો શરૂઆત શ્રેષ્ઠ થાય તો પુરો દિવસ મસ્ત જાય છે ત્યારે બ્રેકફાસ્ટ એ બ્રેકિંગ ધ ફાસ્ટ ઉપવાસ તોડવાનો પરથી ચલણમાં આવ્યો છે ત્યારે જેમ પેટ્રોલ વગર વાહન ચાલતુ નથી તેમજ યોગ્ય આહાર વગર શરીર ચાલતુ નથી ત્યારે દિવસના તમામ ભોજન અગત્યના છે પરંતુ સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી છે. આ નાસ્તામાં જો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, આર્યન અને ખનિજો જરૂરી છે તે તમારા દિવસને હર્યો ભર્યો બનાવે છે.
સવારનો નાસ્તો આખા દિવસને એનર્જી લેવલને બુસ્ટ કરે છે. મેટાબોલીઝમ વધારવામાં મદદ કરે છે. સવારનો નાસ્તો કરવો સૌથી વધુ ફાયદાકારક છે તેમ હેલ્થ એકસપર્ટનું કહેવું છે ત્યારે જો સવારના નાસ્તામાં દહી અને રોટલો લેવાની જેમને આદત છે તેઓ માટે આ ખાસ વાંચવા જેવું છે. તો ચાલો જાણીએ દહીં અને રોટલો સવારના નાસ્તામાં કેટલો ગુણકારી…?
બાજરાનો રોટલો અને દહીં એક પૌષ્ટિક નાસ્તો છે. જેનાથી સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે. બાજરો એક પૌષ્ટિક અનાજ છે. જે ફાઈબર, પ્રોટીન અને વિવિધ ખનિજોથી ભરપુર હોય છે. દહી એક પ્રોબાયોટિક છે જે પાચનમાં સુધારો કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે આ બન્નેનું સાથે કોમ્બીનેશન એક સંતુલિત નાસ્તો પુરો પાડે છે.
બાજરાના રોટલા અને દહીના કેટલાંક મુખ્ય લાભો નીચે મુજબ છે.
પાચનમાં સુધારો :
બાજરો ફાઈબર અને સ્ત્રોત છે. જે પાચનમાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓને અટકાવ ેછે. દહીંમાં પ્રોબાયોટિકસ હોય છે. જે આંતરડામાં સ્વસ્થ બેકટેરિયાને પ્રોત્સાહન આપે છે અને પાચન સુધારે છે.
વજનમાં ઘટાડવામાં મદદરૂપ :
બાજરીના રોટલામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. જેથી વધુ ખાવાથી બચી શકાય છે. દહીં પણ કેલેરીમાં ઓછું હોય છે અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
હૃદય માટે ફાયદાકારક :
બાજરી મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનિજોનો સારો સ્ત્રોત છે જે હૃદયના સ્વાસ્થ માટે મહત્વપૂર્ણ છે. દહીમાં રહેલા પ્રોબાયોટિકસ પણ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
સુગર નિયંત્રિત રાખે છે :
બાજરી ઓછા ગ્લાયસેમિક ઈન્ડેકસ વાળો ખોરાક છે. જેનો અર્થ કે તે બ્લડ સુગરને ધીમે ધીમે નિયંત્રિત કરે છે. જે ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે.
રોગ પ્રતિકારક શકિતમાં વધારો :
દહીમાં પ્રોબાયોટિકસ અને બાજરીમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે બન્ને રોગપ્રતિકારક શકિતને વધારવામાં મદદ કરે છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)


