જામનગર શહેરમાં અનંત અને રાધિકા અંબાણીના વિવાહની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે રિલાયન્સ ગ્રુપ દ્વારા અનેક ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે આ ઉપક્રમના ભાગરૂપે શ્રી સત્યનારાયણ મંદિર ખાતે વિશેષ શૃંગાર આરતી, ભવ્ય પ્રસાદ વિતરણ વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવશે.
View this post on Instagram
આ ઉપરાંત, સમગ્ર શહેરના વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા અને પ્રસાદ વિતરણની વ્યવસ્થાની સાથે સાથે, રિલાયન્સ દ્વારા જૂના આશ્રમો, વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમો તથા સમાજ માટે કાર્યરત વિવિધ સેવાસંસ્થાઓમાં જરૂરિયાતમંદો માટે જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ તથા આરોગ્ય અને ભોજન સેવાઓનું આયોજન પણ કરવામાં આવનાર છે જે રિલાયન્સ ગ્રુપના સમાજપ્રેમ અને સંસ્કૃતિ પ્રતિ નિષ્ઠાને દર્શાવે છે.


