Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતછેલ્લા 24 કલાકમાં ગુજરાતના 101 તાલુકામાં વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 101 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નાનકડો વિરામ લઇ રહેલા મેઘરાજાએ ફરી વરસાદી માહોલ જમાવ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

- Advertisement -

રાજ્યમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો વળી છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સાબરકાંઠાના તલોદમાં સૌથી વધુ 2 ઇંચ, તો કચ્છના માંડવીમાં 1.6 ઇંચ, અમદાવાદના ધોળકામાં 1.26 ઇંચ, ગાંધીનગરના માણસામાં 1.2 ઇંચ, અરવલ્લીના ભિલીડામાં 1.2 ઇંચ, તાપીના ડોલવણમાં 1.14 ઇંચ, ભરૂચના હાંસોટમાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો છે.

- Advertisement -

જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે માછીમારોને આજથી 6 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને ઉત્તર અને મઘ્ય ગુજરાતમાં મઘ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ, આગામી 17 જુલાઇ સુધી રાજ્યના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular