જામનગર ખાતે આવેલ સુમેર સ્પોર્ટ્સ કલબની વર્ષ 2025-2027 માટેની ચુટણી ગત તારીખ 29 જૂનના યોજવામાં આવી હતી. જે ખુબ ઉલાસ અને શાંતિ ભર્યા વાતાવરણમાં પૂર્ણ થઇ હતી. આ ચૂંટણીમાં કુલ 718 સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ તરીકે રાજુભાઇ શેઠ બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે ઉપપ્રમુખ પરાગભાઈ જી. શાહ, માનદ્ મંત્રી તરીકે ધીરેનભાઈ એ. ગલૈયા (બિનહરીફ ચુંટાયેલ), માનદ્ ખજાનચી તરીકે વિરલ એસ. રાચ્છ (બિનહરીફ ચુંટાયેલ), સહમાનદ્મંત્રી તરીકે ભરત એ. ખુબચંદાણી, કારોબારી સભ્યો તરીકે પ્રફુલભાઈ બી. ભટ્ટી, ગલાણી કિશોરભાઈ જી., ગાંધી અશોકભાઈ એસ., કોટક વિપુલભાઈ કે., બદીયાણી કેતન આર., બાથાણી રોનક બી., મારૂં જતીન પી., ખટ્ટર કેયુર સી. ચૂંટાયા હતાં.
આ ચુટણી માં સત્તાધારી રાજુભાઈ શેઠની પેનલનો વિજય થયો હતો. આ સમગ્ર ચૂંટણી કલબની ઇલેક્શન કમિટીના ક્ધવીનર વિનુભાઈ વારીયા અને તેના કારોબારી સભ્ય ભરતભાઈ ઝવેરી, પરમાણંદભાઈ ખટ્ટર, ધીરુભાઈ કનખરા તથા બીપીનભાઈ શેઠના નેજા હેઠળ આ ચૂંટણી પ્રક્રિયા શાંતિ અને ખુબ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં યોજાઇ હતી.


