Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરશિક્ષીત યુવાનને પાર્સલમાં ડ્રગ્સ હોવાનું જણાવી 26.90 લાખની રકમ પડાવી લીધી -...

શિક્ષીત યુવાનને પાર્સલમાં ડ્રગ્સ હોવાનું જણાવી 26.90 લાખની રકમ પડાવી લીધી – VIDEO

ઓનલાઈન લાખોની છેતરપિંડી થતા સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન

- Advertisement -

જામનગરમાં ખાનગી કંપનીમાં મેનેજરની પોસ્ટમાં નોકરી કરતા શિક્ષિત યુવાનને બે દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી જેની પાસેથી રૂા. 26 લાખથી પણ વધુની રકમ પડાવ્યાની ફરિયાદ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જે કેસમાં સાઈબર ક્રાઈમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શિક્ષિત યુવાનને વિદેશથી પાર્સલ આવ્યું હોય, જેમાં પાસપોર્ટ, ક્રેડીટ કાર્ડ, લેપટોપ અને ડ્રગ્સ સહિતનો સામાન હોવાનું જણાવી જેલમાં જવાનો ડર બતાવી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી વીડિયો કોલના માધ્યમથી બે દિવસ ડીજીટલ એરેસ્ટ કરી લાખોની રોકડ રકમ અલગ અલગ ખાતામાં જમા કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના નાગપુર નિવાસી અને હાલ જામનગરમાં રહેતા 39 વર્ષિય શિક્ષિત યુવાન જે ખાનગી કંપનીમાં મેનેજરની પોસ્ટ પર કાર્યરત છે જેને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો જેમાં જણાવવામાં આવ્યું કે, ‘ફેડેકસ કુરિયરમાં પાર્સલ આવ્યું છેઉ જેમાં પાંચ પાસપોર્ટ, ત્રણ બેન્ક ક્રેડીટ કાર્ડ, ચાર કિલો કપડાં, એક લેપટોપ, 140 ગ્રામ એમડીએમએ ડ્રગ્સ આવેલ છે. જે પાર્સલ કસ્ટમ વિભાગે રાખેલ છે.’ તેમ જણાવી અન્ય વ્યક્તિ સાથે વાત કરાવી વાતચીતમાં જણાવ્યું કે, તમારા વિરુધ્ધ ડ્રગ્સનો ગુનો દાખલ થશે અને જેલમાં જવું પડશે. સામેવાળી વ્યક્તિએ ક્રાઈમ બ્રાંચમાંથી બોલું છું તેવી ઓળખ આપી સ્કાઈપ એપ ઉપર ઓનલાઈન વીડિયો કોલ કરી ડર બતાવી બે દિવસ ડીજીટલ એરેસ્ટ કર્યુ હતું. જે દરમિયાન બેંકમાં નાણાની ઉચાપાત કરી હોવાથી પૈસા ખાતામાં ટ્રાન્સફર કરવા પડશે. જે અમુક કલાક બાદ તપાસ કરી પરત આપવાનું જણાવી લાખોની રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી. બાદમાં અલગ અલગ ખાતાઓમાં કુલ મળી રૂા. 26,90,000 પડાવી લઇ ઓનલાઈન છેતરપિંડી કરી હોવાની ફરિયાદ યુવાને સાઈબર ક્રાઈમમાં નોંધાવી હતી. સાઈબર ક્રાઈમે ફરિયાદના આધારે ટેકનિકલ ટીમની મદદથી બેંકના ખાતા નંબર, આવેલા ફોન નંબર સહિતના આધાર પુરાવાઓ મેળવી આરોપીને શોધવા ઉંડાણપુર્વકની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular