Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરછોટીકાશીમાં ગુરૂપૂર્ણિમા નિમિતે ગુરૂ પૂજન - VIDEO

છોટીકાશીમાં ગુરૂપૂર્ણિમા નિમિતે ગુરૂ પૂજન – VIDEO

કૃષીમંત્રી રાઘવજીભાઇ પટેલે દેવપ્રસાદ મહારાજના આર્શિવાદ મેળવ્યા : કબીર આશ્રમ, બાલાહનુમાન મંદિર સહિતના સ્થળોએ ગુરૂપૂર્ણિમાની ઉજવણી

ગુરૂર બ્રહ્મા, ગુરૂર વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. સદ્ગુરૂને સમર્પિત થવાનો શ્રેષ્ઠ અવરસ એટલે ગુરૂપૂર્ણિમા ગુરુપૂજન, ગુરૂ વંદન સાથે ગુરૂ પ્રત્યેના કૃત્જ્ઞ અભિવ્યક્ત કરવા શિષ્યગણમાં ઉત્સુકતા વ્યાપી છે. આજે જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ગુરૂપુર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે.

- Advertisement -

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં આજે ધામધૂમપૂર્વક ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગુરુજીના આર્શિવાદ પ્રાપ્ત કરવા ગુરુ મંદિરો અને આશ્રમોમાં શિષ્યગણ મોટી સંખ્યામાં ઉમટયા હતાં. ગુરુપૂર્ણિમા નિમિત્તે ધૂન, સત્સંગ, ગુરુપૂજન, ગુરુવંદના, સંતોના દર્શન, મહાપ્રસાદ સાથે ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગરમાં આણદાબાવા સેવા સંસ્થામ પૂ. દેવપ્રસાદ મહારાજની નિશ્રામાં, ખિજડા મંદિરમાં પ્રણામી ઉપરાંત મોટી હવેલીમાં પુ.પા.ગો. સ્વામી વલ્લભરાયજી મહોદયની નીશ્રામાં, કબિર આશ્રમ, બાલા હનુમાન સંકિર્તન મંદિર સહિતના વિવિધ સ્થળોએ ગુરુપૂર્ણિમા મહોત્સવનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આણદાબાવા સેવા સંસ્થામાં પૂ.દેવપ્રસાદ મહારાજની નિશ્રામાં આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભકતો, અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે રાજયના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. અને દેવીપ્રસાદ મહારાજના આર્શિવાદ મેળવ્યા હતાં. વિશ્વવિખ્યાત એવા બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે પણ આજે મોટી સંખ્યામાં ભકતો ઉમટયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular