આજે ગુરૂપૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ છે સમગ્ર ભારત વર્ષની અંદર અને સમગ્ર વિશ્ર્વની અંદર આ ઉત્સવ ખુબ જ ભવ્યતાથી ઉજવવામાં આવે છે. આજે જીવનના દરેક ક્ષેત્રની અંદર ગુરૂની આવશકતા સર્વ પ્રથમ છે. આપણે ત્યાં કહ્યું છે કે ‘ગુરૂ બ્રહ્મા ગુરૂ વિશ્ર્નુ ગુરૂદેવો મહેશ્ર્વર ગુરૂ સાક્ષાત પર બ્રહ્મ તસ્વે શ્રી ગુરૂવે નમ:’ ગુરૂ છે એજ આપણા જન્મદાતા છે, ગુરૂ છે એજ આપણા પુરર્ષત છે, ગુરૂ છે એજ સંહારક છે, આજે આપણે ગણીએ તો ગુરૂ સવારક છે, જે આપણી અંદર ઘણી બધી બદીઓ હોય છે, ઘણી બધી કુટેવો હોય છે ઘણી રીતે આપણે વ્યસન દુષણની અંદર પણ ફસાયેલા હોય છી તો તેની અંદરથી બહાર પણ આપણને ગુરૂ કાઢે છે એટલે કે આવા દુષણોનો વિનાશ ગુરૂ કરે છે તેનો સંહાર કરે છે. અને આપણને આગળ વધારવા માટે ગુરૂ સતત પ્રયત્નશીલ હોય છે. ભારતની ભૂમિએ આઘ્યાત્મીક ભૂમિ છે અને આઘ્યાત્મીક ભૂમિની અંદર ગુરૂનું મહત્વ જબરજસ્ત રહેલું છે. ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરૂ જો આપણને મળે તો એમના દ્વારા આપણે શ્રી અને પ્રે બન્ને માર્ગની અંદર ખુબ જ સારી રીતે આગળ વધી શકીએ છીએ. જેમ માતા બાળકનું જતન કરે છે તેમ ગુરૂ છે તે પણ તેમના યોગની અંદર આવનારા દરેકનું જતન કરે છે અને તેને આગળ લાવવાનો પ્રયત્ન કરે છે. આજે સમાજના નાના મોટા દરેક વ્યકિતના અંતરની અંદર જો શાંતિ અને સમૃઘ્ધિની ઇચ્છા હોય છે અને એ પણ એમના ગુરૂ દ્વારા પ્રાપ્ત થાય છે. કારણ કે ગુરૂનું માર્ગદર્શન એ આપણા માટે અમુલ્ય બની રહે છે. એજ આપણને દિશા અને સિઘ્ધી બન્ને ગુરૂના માર્ગદર્શનથી પ્રાપ્ત થાય છે. તો આજે જ્યારે ગુરૂપૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ છે. ત્યારે સર્વત્ર સુખ શાંતિ પ્રવેશે અને આવતુ આપણુ વર્ષ છે તે બધાને માટે સુખદાય નિવડે, ફળદાય બને દરેકના જે કંઇપણ સંકલ્પ હોય તે બધાય શુભ સંકલ્પોની સિઘ્ધિ થાય એ પણ ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે પ્રાર્થના કરીએ.


