આજ સનાતન પરંપરાના પાવન પર્વ ગુરૂપૂર્ણિમાનો પાવન દિવસ છે આપણે જાણીએ છીએ ભારતીય પરંપરા કહો કે સનાતન પરંપરા એમા ગુરૂપૂર્ણિમાનું અતિશય મહત્વ છે કેમ કે મનુષ્યનું જીવન ગુરૂ વિના અંધકારમય છે ભૌતિક ઉન્નતિ માટે હોય કે આઘ્યાત્મીક ઉન્નતિ માટે દરેક જીવનમાં ગુરૂનું મહત્વ અતિશય હોય છે. તેમાં પણ ભૌતિક જીવન કરતા આઘ્યાત્મીક જીવન માટે ગુરૂનો પ્રકાશ ખુબ જરૂરી હોય છે જે અંધકારમાં ભટકતા શિષ્યને જ્ઞાનરૂપી પ્રકાશ પાથરીને પરમનો માર્ગ અર્થાત પરમાત્માના ચરણો સુધી પહોંચાડવાની ક્ષમતા કોઇમાં હોય તો એ ગુરૂમાં હોય છે. એવા ગુરૂને સદ્ગુરૂ કહેવામાં આવે છે. એટલે તમારા જીવનમાં જેટલા ગુરૂ થયા સ્કૂલી શિક્ષાથી લઇ આઘ્યાત્મીક શિક્ષા સુધી, શિક્ષાથી લઇ દિક્ષા સુધી જેટલા પણ ગુરૂ થયા એ ગુરૂના ચરણોમાં નતમસ્તક થવાનો કૃતજ્ઞતા વ્યકત કરવાનો શુભ અવસર મંગલ દિવસ એટલે કે ગુરૂપૂર્ણિમાનો પાવન દિવસ આપણે સૌ ખુબ ભાગ્યશાળી છીએ, આપણે સૌ સનાતન પરંપરામાં છીએ એટલે આપણે ગુરૂના ચરણો ર્સ્પશ કરી કૃતજ્ઞતાનો ભાવ વ્યકત કરીએ. દરેક દિવસ ગુરૂજીના ચરણોમાં ઘ્યાન રાખવું જોઇએ. તેમનું સ્મરણ કરી કૃતજ્ઞતા વ્યકત કરવી જોઇએ. પણ વ્યવહારીકરૂપે વર્ષમાં એક દિવસ એમને યાદ કરી પ્રણામ કરી અને આજે વિશેષરૂપે વ્યાસજીનો જન્મ દિવસ એટલે કે ભગવાનશ્રી વેદ વ્યાસનો જન્મ દિવસ પણ છે. આજ વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આજે જેટલા પણ સનાતન પરંપરાના શાસ્ત્રો છે એ કંઇકને કંઇક કોઇપણ વ્યાસજીના માઘ્યમથી દુનિયામાં ફેલાયા છે.


