આજે વહેલીસવારે દિલ્હી એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતાં. ભુકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાનું ઝજ્જર હોવાનું કહેવાય છે. રિકટર સ્કેલ પર ભુકંપની તિવ્રતા 4.4 નોંધાઇ હતી. આ આંચકાઓ લગભગ 10 સેક્ધડ સુધી અનુભવાયા હતાં.
આજે સવારે 09:04 કલાકે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરૂગ્રામ, ફરીદાબાદ, રોહતક, હિસાર અને સોનીયતમાં પણ આંચકા અનુભવાયા હતાં. જેની તિવ્રતા 4.4 હોવાનું નોંધાયું હતું. ભુકંપના આંચકાથી ડરીને લોકો પોતાના ઘર અને ઓફિસથી બહાર દોડી આવ્યા હતાં. ત્યારે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, આજે સવારે દિલ્હી – એનસીઆરમાં આવેલા ભુકંપમાં અત્યાર સુધીમાં કોઇ નુકસાન થયું નથી.
ઉલ્લેખનીય છે કે, વરસાદ દરમિયાન ભુકંપ ખતરનાક બની શકે છે. દિલ્હીનો ભુકંપીય ક્ષેત્ર આઈવી અને હિમાલયની નિકટતા તેને ભૂકંપ માટે સંવેદનશીલ બનાવે છે. ત્યારે વરસાદ અને ભુકંપનું મિશ્રણ ઘણા કારણોસર ખતરનાક બની શકે છે. દિલ્હી એનસીઆરમાં ચોમાસા દરમિયાન વરસાદથી રસ્તાઓ ઈમારતો અને માટી પહેલાથી જ નબળી પડી ગઇ છે. ભુકંપના આંચકા આ પરિસ્થિતિની વધુ ખરાબ કરી શકે છે. દિલ્હી એનસીઆરમાં ઘણી ઉંચાઈ ઈમારતો અને જૂની ઈમારતો છે. જે તૂટી પડવાના જોખમો રહે છે. વરસાદ જમીનને ભીની અને અસ્થિર બનાવે છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડિરેકટર ડો. ઓ.પી. મિશ્રાના જણાવ્યા અનુસાર 4.4 ની તિવ્રતાના ભુકંપ પછી 1.2 ની તિવ્રતા સુધીના આફટર શોકસ આવી શકે છે. ત્યારે વરસાદને કારણે જમીનની અસ્થિરતા આ આફટક શોકસને વધુ ખતરનાક બનાવી શકે છે. વૈજ્ઞાનિકો એ ચેતવણી આપી છે કે હિમાલય ક્ષેત્રમાં ટેકટોનિક તણાવ મહાન હિમાલય ભુકંપ 8.0 + ની તિવ્રતાને ઉતેજિત કરી શકે છે.
ભુકંપનું કેન્દ્ર માત્ર 5 કિ.મી. નીચે હતું જેના કારણે ભુકંપ વધુ તિવ્ર બન્યા હાલ ભુકંપથી કોઇ મોટું નુકસાન થયું ન હતું. પરંતુ જો વરસાદ સાથે તેની તિવ્રતા 6.0 થી વધુ હોત તો તે ઈમારતો રસ્તાઓ અને માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચાડી શકયુ હોત.


