જામનગરના શંકરટેકરી વિસ્તારમાં અગાઉની માથાકુટનો ખાર રાખી એક શખ્સે બબાલ કરી વૃઘ્ધ દંપતિને ઇંટ ફટકારી ઇજા પહોંચાડયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
બનાવની વિગત મુજબ જામનગરના શંકરટેકરી સિઘ્ધાર્થ કોલોની શેરી નં.7માં રહેતા રામજીભાઇ નાથાભાઇ ચૌહાણ નામના વૃઘ્ધને આરોપી દિવ્યેશ મનસુખભાઇ ચૌહાણ સાથે થોડા દિવસ પૂર્વે માથાકુટ થઇ હતી. જેમાં આરોપીનો ચેઇન તુટી ગયો હતો. જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરિયાદી તથા તેમના પત્ની સાથે માથાકુટ કરી હતી. તેમજ આરોપીએ ફરિયાદીને ઇંટ ફટકારતા ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી દઇ નાશી ગયો હતો. આ બબાલમાં ફરિયાદીના પત્નીને પણ ઇજા પહોંચી હતી. આ અંગે રામજીભાઇ દ્વારા સીટી સી ડિવિઝનમાં દિવ્યેશ મનસુખ ચૌહાણ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


