Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં ગુણોત્સવ દ્વારા શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર સુધારાઓ - VIDEO

જામનગર જિલ્લામાં ગુણોત્સવ દ્વારા શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર સુધારાઓ – VIDEO

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા અને સર્વાંગી વિકાસ માટે સતત કરવાનો છે. ગુણોત્સવ એ માત્ર એક મુલ્યાંકન પ્રક્રિયા નથી, પરંતુ તે શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાને પ્રમાણભૂત રીતે માપીને સુધારવાની એક પ્રેરણાદાયી પ્રક્રિયા છે.

- Advertisement -

જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગુણોત્સવના પરિણામોએ સાબિત કર્યુ છે કે અહીંની શાળાઓમાં ગુણવત્તામા નોંધપાત્ર વધારો થયો છે. શાળાઓના શૈક્ષણિક માળખાં, શિક્ષણની પદ્ધતિઓ, ભૌતિક સુવિધાઓ, શિક્ષકોની કામગીરી, શાળાના સંચાલન અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

- Advertisement -

જીલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતાએ ખબર ગુજરાતને જણાવ્યું હતુ છેલ્લા ત્રણ વર્ષમા જામનગર જિલ્લામાં ગુણોત્સવ દ્વારા શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર સુધારાઓ થયા છે જેના પરીણામે દર વર્ષે શ્રેષ્ઠ શાળાની સંખ્યામા વધારો થયો છે.

વર્ષ 2023માં કુલ 343 શાળાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાંથી માત્ર 9 શાળાઓ શ્રેષ્ઠ દરજ્જામાં આવતી હતી. વર્ષ 2024માં આ સંખ્યા વધીને 709 શાળાઓ સુધી પહોંચી, જેમાંથી 54 શાળાઓ શ્રેષ્ઠ રીતે મૂલ્યાંકિત થઇ. વર્ષ 2025માં વધુ ઉછાળો જોવા મળ્યો. કુલ 723 શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને તેમાંમાંથી 106 શાળાઓ ઉચ્ચ દરજ્જા પ્રાપ્ત કરવામાં સફળ રહી. 2025માં શ્રેણી મુજબ વિતરણ મુજબ 67 શાળાઓને A+ (શ્રેષ્ઠ), 27 શાળાઓને A2+, 9 શાળાઓને A3+, 3 શાળાઓને A4+ શ્રેણી મળેલી છે.

- Advertisement -

વિદ્યાર્થીઓના વાંચન અને લેખન કૌશલ્ય, શિક્ષકોની કામગીરી અને તાલીમ, શાળાનું સંચાલન અને આયોજન, આચાર્યની નેતૃત્વ ભૂમિકા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, પ્રાર્થના સભા અને શિસ્ત, વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન, કોમ્પ્યુટર શિક્ષણ અને ડિજિટલ સાધનોનો ઉપયોગ, રમતગમત અને અન્ય સહગણ પ્રવૃત્તિઓ સહિતની તમામ પાસાઓના આધારે શાળાઓનું મુલ્યાંકનમા કરવામાં આવે છે.

ગુણોત્સવ માત્ર શાળાનું મૂલ્યાંકન નહીં પરંતુ શિક્ષણ ક્ષેત્રે એક મૂલ્યવત્તા યાત્રાનું દર્પણ બની રહ્યું છે. જામનગર જિલ્લા માટે આ પ્રગતિ પ્રેરણાદાયી છે અને આગામી વર્ષોમાં વધુ શાળાઓ શ્રેષ્ઠ મુલ્યાંકન પ્રાપ્ત કરે એ માટે સતત પ્રયાસો જારી રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular