Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરદરેક વ્યકિતએ વર્ષમાં એક વૃક્ષ જરૂર વાવેતર કરવુ જોઈએ: પ્રેમસુખ ડેલુ,એસપી

દરેક વ્યકિતએ વર્ષમાં એક વૃક્ષ જરૂર વાવેતર કરવુ જોઈએ: પ્રેમસુખ ડેલુ,એસપી

5મી જુન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. પર્યાવરણની જાળવણી માટે વિવિધ વ્યકિત, સંસ્થા અને સરકારી વિભાગો કામગીરી કરતા હોય છે. જામનગર પોલીસ વિભાગ દ્વારા પર્યાવરણ જાળવણી માટે પ્રસંગનીય કામગીરી કરી છે. શહેરમાં પોલીસ હેડકવાટરમાં છેલ્લા 2 વર્ષમાં 27 હજાર જેટલા વૃક્ષોનુ વાવેતર અને ઉછેર કર્યો છે. ટપક સિંચાઈ પધ્ધતિથી ફુલ, ફળ અને વૃક્ષોનુ વાવેતર અને ઉછેર કર્યો છે. શહેરની મધ્યમાં આવેલ હેડકવાટરમાં ઓકસીકન પાર્ક પોલીસ જવાનોએ તૈયાર કર્યો છે.

- Advertisement -

જામનગર પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માટે તો ફરજ બજાવે છે. સાથે જ સામાજીક જવાબદારી પણ નિભાવે છે. જામનગર પોલીસ દ્વારા ફેબ્રુઆરી-2025 એચડીએફસી બેન્કના સહયોગથી ઓકસીજન પાર્ક તૈયાર કર્યો. જેમાં 25 હજાર વૃક્ષોનુ વાવેતર કર્યુ અને તેના ઉછેરની જવાબદાર નિભાવી રહ્યા છે. આ ઓકસીજન પાર્કમાં મિયાવાકી પધ્ધતિથી વૃક્ષોનો ઉછેર કરે છે. જેમાં સેતુર, ગોસર આંબલી, સુરમ, અરીઠા, બદામ, લાલભાજી, રાવળાજાબુ, આંબલી, બીલીપત્ર, લીમડો, ગરમાળો, ગુગળ સહીતના 45 પ્રકારના વૃક્ષોનુ વાવેતર કર્યુ છે.

- Advertisement -

આ ઉપરાંત આમ્રવાટીકા જાન્યુઆરી-2025માં આશરે 500 જેટલા વૃક્ષોનુ વાવેતર કર્યુ. જેમાં વિવિધ પ્રકારના આંબાનુ વાવેતર કર્યુ છે. તેમજ 2022માં અમૃત વાટીકામાં આશરે 1 હજાર જેટલા વૃક્ષોનુ વાવેતર કર્યુ. જેમાં જુદા-જુદા ફળો, લીંબુ, બદામ, આંબલી સહીતના વૃક્ષોનુ વાવેતર કર્યુ છે. તેમજ વેજીટેબલ ગાર્ડનમાં વિવિધ શાકભાજીનુ વાવેતર કર્યુ છે. આ કુલ 1 ઓકસીજન પાર્ક, બે વાટીકા અને એક બગીચામાં કુલ 27 હજાર જેટલા વૃક્ષોનુ વાવેતર અને જતન કરવામાં પોલીસના જવાનોએ સફળ અને પ્રસંગનીય કામગીરી કરી છે. હેડકવાટર્સમાં પોલીસના કવાટર્સ આવેલા છે. સાથે પોલીસ મથકો અને કચેરીઓ કાર્યરત છે. અંહી ખાલી પડેલ વૈરાન જગ્યામાં પોલીસ દ્વારા વન તૈયાર કરવામાં આવ્યું છે.

ફેબ્રુઆરી-2025માં રાજકોટ રેન્જ આઈ અશોકકુમાર યાદવની ઉપસ્થિતીમાં ઓકસીજન પાર્ક તૈયાર કરવામાં આવેલ. અને જામનગર પોલીસની ટીમ દ્વારા થતી પર્યાવરણ અંગેની કામગીરીને રેન્જ આઈજીએ વખાણીને બીરદાવી હતી. અન્ય જીલ્લા પોલીસ પણ આ પ્રકારની કામગીરી કરવા જામનગર પોલીસ પ્રેરણારૂપ કામગીરી કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસની વિવિધ ફરજની કામગીરીની સાથે પર્યાવરણની લગતી કામગીરી અંગે અધિકારીઓને કામની જવાબદારી સોપવામાં આવેલ છે. પોલીસ હેડકવાટર વી.કે. પંડયા દ્વારા ચાર વનની અંગેની નિયમિત કાગમીરીનુ નિરક્ષણ કરવામાં આવે છે. તેમજ પીઆઈ જીતેન્દ્ર ક્છાવા, લાલુભા જાડેજા, વિજયસિંહ જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા વૃક્ષોના ઉછેર અને જતન માટે નિયમિત નિષ્ઠાપુર્વક કામગીરી કરતા હોય છે.

- Advertisement -

આ ઉપરાંત સમાયાંતરે પોલીસની ટીમ દ્વારા શ્રમદાન કરીને વનમાં કામગીરી કરીને પર્યાવરણ જતન માટે પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. જેના પરીણામ સ્વરૂપે હેડકવાટરમાં વન વગડો જોવા મળે છે. જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે દરેક વર્ષમાં ઓછામાં ઓછુ એક વૃક્ષનુ વાવેતર અને જતન કરવાની કામગીરી કરવાની અપીલ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular