જામનગર મહાનગરપાલિકા દ્વારા રિબેટ યોજના જાહેર કરાઇ હતી. જેમાં મિલકતવેરામાં 47,589 મિલકતધારકોએ રૂા. 2.78 કરોડ તથા વોટર ચાર્જમાં 21,321 મિલકતધારકોએ 0.44 કરોડ તથા કુલ 25,173 મિલકતધારકોએ ઓનલાઇન ટેક્સ ભરીને બે ટકા ડિસ્કાઉન્ટમાં રૂા. 16,08,300નું ડિસ્કાઉન્ટ મેળવ્યું છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા/પાણી ચાર્જમાં તા. 16-04-2025 થી તા. 02-06-2025 સુધી 10 થી 25% સુધી રિબેટ/વળતર યોજના જાહેર કરી હતી. જેનો મિલકતધારકોએ લાભ લીધો હતો. આ યોજના હેઠળ મિલકત વેરામાં 47,589 મિલકતધારકોએ આ યોજનાનો લાભ મેળવી રૂા. 35.56 કરોડ ભરપાઇ કર્યાં છે અને રૂા. 2.78 કરોડ રિબેટ/વળતર મેળવ્યું છે તથા વોટર ચાર્જિસમાં 21,321 મિલકતધારકોએ રૂા. 4.12 કરોડ ભરપાઇ કર્યા છે અને રૂા. 0.44 કરોડ રિબેટ/વળતર મેળવ્યું છે.
સામાન્ય કરદાતાઓ (10% રિબેટ)માં 31,350 કરદાતાઓએ રૂા. 1,79,13,099 રિબેટ/વળતર, સિનિયર સિટીઝન (15% રિબેટ)માં 13,170 કરદાતાઓએ રૂા. 88,42,447 રિબેટ/વળતર, શારીરિક ખોડખાપણ ધરાવતી વ્યકિતઓ (15% રિબેટ)માં 81 કરદાતાઓએ રૂા. 36,770 રિબેટ/વળતર, બીપીએલ કાર્ડધારક વિધવાઓએ (15% રિબેટ)માં 17 કરદાતાઓએ રૂા. 4658 રિબેટ/વળતર, ક્ધયા કરવેરામાં રાહત (25% રિબેટ)માં 6 કરદાતાએ રૂપિયા 1,02,622 રિબેટ/વળતર, માજી સૈનિકોને કરવેરામાં રાહત (25% રિબેટ)માં 39 કરદાતાઓએ રૂા. 25,130 રિબેટ/વળતર, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોની વિધવાઓને કરવેરામાં રાહત (25% રિબેટ) 1 કરદાતાએ રૂા. 615 રિબેટ/વળતર, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને કરવેરામાં રિબેટ (25% રિબેટ) 4 કરદાતાઓએ રૂા. 81,711 તથા સોલાર રૂફટોપ એનર્જી સિસ્ટમ (પ% રિબેટ)માં 714 કરદાતાઓએ રૂા. 8,19,686 રિબેટ/વળતર મેળવ્યું હતું.


