Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરરાજકોટ ક્રાઈમ બ્રાન્ચના નામે જામનગરમાંથી રોકડ પડાવનાર ત્રણ શખ્સો ઝડપાયા - VIDEO

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના નામે જામનગરમાંથી રોકડ પડાવનાર ત્રણ શખ્સો ઝડપાયા – VIDEO

યુવાનને દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂા. 20 હજાર પડાવ્યા : સિટી બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલ્યો : બે નકલી પોલીસ અને પત્રકારની પૂછપરછ

- Advertisement -

જામનગર શહેરમાં વેલનગર વિસ્તારમાં રહેતાં યુવાનને નકલી પોલીસ અને પત્રકાર બની ધમકાવીને પૈસા પડાવનાર ત્રિપુટીને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે ઝડપી લઇ ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસેના વેલનગર વિસ્તારમાં રહેતાં હર્ષ જીજ્ઞેશભાઇ રાઠોડ નામનો યુવક ગત્ તા. 31ના રોજ બપોરના સમયે તેના ઘરે હતો ત્યારે જીજે27-એ-0912 નંબરની કાર આવી હતી અને તેમાંથી ઉતરેલા બે અજાણ્યા શખ્સોએ રાજકોટ ક્રાઇમ બ્રાંચના સ્ટાફ તરીકે તથા અન્ય શખ્સએ ત્રિલોક ન્યુઝના પત્રકાર તરીકે ઓળખ આપી ઘરમાં મોબાઇલ દ્વારા વિડિયો શુટિંગ શરૂ કર્યું હતું અને ત્યારબાદ પોલીસ તરીકે ઓળખ આપનાર બન્ને શખ્સોએ હર્ષ અને તેના પિતાને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યા બાદ 50 હજારની માંગણી કરી, મામલો 20 હજારમાં પતાવ્યા બાદ ત્રણેય શખ્સો 20 હજાર લઇ રવાના થઇ ગયા હતા.

- Advertisement -

ત્યારબાદ આ તોડ કરતી ત્રિપુટી અન્ય એક દુકાને પણ ગઇ હતી. જ્યાં ભોગ બનનાર હર્ષ અને અન્ય દુકાનદાર મળતા આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. આ બનાવ અંગે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને તોડ કરનાર પત્રકાર અને નકલી પોલીસ બનેલા બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular