Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસગીરા સાથે સામૂહિક દુષ્કર્મન કેસમાં એક શખ્સને આજીવન કારાવાસ

સગીરા સાથે સામૂહિક દુષ્કર્મન કેસમાં એક શખ્સને આજીવન કારાવાસ

ભોગ બનનારને વળતર પેટે રૂા. 2 લાખ ચુકવવા આદેશ

જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતે સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરનાર એક શખ્સને અદાલતે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. ભોગ બનનારને વળતરપેટે રૂા. બે લાખ ચૂકવવા પણ હુકમ કર્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ફરિયાદીની 12 વર્ષની સગીરવયની બહેનને આરોપી મુકેશ ઉર્ફે મુકામ ખેમુ બુંડવાડિયા નામનો શખ્સ તા. 12-03-2014ના રોજ ફરિયાદી તેના પત્ની વાડીએ ઘઉં વાઢવા ગયા હતા અને ભોગ બનનાર તથા તેનો ભત્રીજો ઓરડીમાં સૂતા હતાં. રાત્રિના ફરિયાદી તેની વાડીએ પાછા આવતા હતા ત્યારે નરવતભાઇએ જણાવ્યું હતું કે, તારી બહેનને કોઇ ઉપાડી જાય છે. જેથી ફરિયાદી વાડીએ જતાં તેની બહેન જોવા ન મળતાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ભોગ બનનાર મળી ન હતી. ફરિયાદીના શેઠએ વલ્લભભાઇને બોલાવતાં તેમણે રમેશ ઉફે રમુ તથા ભોલાની પૂછપરછ કરતાં રમેશએ ભોગ બનનાર જ્યાં હતી ત્યાં લઇ ગયા હતા. ભોગ બનનાર લોહીલુહાણ હાલતમાં સૂતી હોય, ચાલી શકતી ન હતી. આથી તેને પૂછતાં ભોગ બનનારએ જણાવ્યું હતું કે, રાત્રિના સમયે રમેશ, ભોલો અને બીજા ત્રણ અજાણ્યા શખ્સો સહિત પાંચ શખ્સો આવી તેને ઉપાડી લઇ જવા લાગતાં બૂમો પાડતાં રાજુ જાગી ગયો હતો, પરંતુ તે ડરી ગઇ હોય પાંચેય શખ્સો ઢસડીને ખેતરમાં લઇ જઇ રમેશ, ભોલા, કુંવરસિંગ, ઉગરસિંગ અને મુકેશએ સગીરા સાથે દુષ્કર્મ આચરી જતાં રહ્યાં હતાં.

આ અંગે ફરિયાદીએ પાંચેય શખ્સો વિરૂઘ્ધ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતાં 19 જેટલા સાહેદો, દસ્તાવેજી પુરાવાઓ તથા સરકારી વકીલની દલીલો માન્ય રાખી આરોપી મુકેશને તકસિરવાન ઠેરવી આઇપીસી કલમ 376(ડી), 34 તથા પોક્સો કલમ 4, 6, 10 હેઠળ આજીવન કારાવાસની સખત કેદની સજા તથા રૂા. 25 હજાર દંડ અને દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા, આઇપીસી કલમ 363 મુજબ ત્રણ વર્ષની સજા અને રૂા. 2 હજાર દંડ, આઇપીસી 365 મુજબ પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂા. 5 હજાર દંડ, આઇપીસી કલમ 342 મુજબ 6 માસની સજા તથા રૂા. 500 દંડ અને આઇપીસી 325 મુજબ 3 વર્ષની સખત કેદની સજા, રૂા. 5 હજાર દંડ, આઇપીસી 120(બી) મુજબ છ માસની સખત કેદની સજા અને રૂા. 500નો દંડ તથા ભોગ બનનારને વળતર પેટે રૂા. બે લાખ ચૂકવવા સ્પે. કોર્ટના જજ વી. પી. અગ્રવાલએ હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular