જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય દ્વારા ગુડવોટ્સ વેસ્ટ ટુ એનર્જી જામનગર પ્રાઇવેટ લિમિટેડ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે કમિશનરને પત્ર લખી રજૂઆત કરાઇ છે.
કમિશનરને ન.પ્રા.શિ. સમિતિના પૂર્વ સભય નીતિભાઇ માડમએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુડવોટ્સ વેસ્ટ ટુ એનર્જી જામનગર પ્રા. લિ. દ્વારા બે માસથી અલગ અલગ વોર્ડમાં તથા ગાર્બેજનો સાન્ટીકલી નિકાલ સદંતર બંધ કરવામાં આવ્યો હોય કંપનીના કર્મચારીઓને પણ છૂટા કરવામાં આવ્યા હોવાના અહેવાલો પ્રસારિત થયા છે. જામ્યુકો દ્વારા પ્લાન્ટ શરૂ કરવા નોટીસ આપી હોવા છતાં 35 દિવસ જેટલો સમય થઇ જવા છતાં કંપનીએ કોઇ જવાબ આપ્યો ન હોય ટેન્ડરની શરતનો ભંગ કર્યો હોય કાયદાકીય કાર્યવાહી કરવા અને દંડ વસૂલવા માંગણી કરાઇ છે.


