જામનગર શહેરની ડિફેન્સ કોલોનીમાં રહેતા અને ધોબીકામ કરતાં યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રામરાજ બૂક સ્ટોલવાળી શેરીમાં રહેતાં અનિલ શિવલાલભાઇ રાઠોડ (ઉ.વ.41) નામના ધોબી યુવાનએ રવિવારે વહેલીસવારના સમયે તેના ઘરે રૂમમાં છતના હૂકમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના ભાઇ સુનિલ દ્વારા જાણ કરવામાં આવતાં એએસઆઇ વી. એચ. ચાવડા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી હતી.


