જામનગરની લાઇફ લાઇન બાળકોની હોસ્પિટલ દ્વારા છેલ્લા એક માસમાં ઓછા વજન ધરાવતાં પાંચ પ્રિમેચ્યોર નવજાત શિશુની સારવાર સફળતાપૂર્વક કરવામાં આવી છે.
1 મહિનામાં સાવ ઓછા વજન ધરાવતા એવા 5 પ્રિમેંચ્યોર નવજાત શિશુને સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં ડિસ્ચાર્જ કરતી લાઈફલાઈન બાળકોની હોસ્પિટલ જામનગર માટે ગૌરવની વાત છે.
આટલા ઓછા વજન ધરાવતા શિશુઓની સઘન સારવાર માટે અતિયાધુનિક સુવિધાવાળું એન આઈ સી યુ જોઈએ જેમાં આવા બાળકોની ખુબ જ કાળજી રાખી ને સારવાર કરવી પડતી હોઈ છે. આવી સારવાર જામનગર ખાતે હવે ઉપલબ્ધ છે.
લાઈફલાઈન હોસ્પિટલ જામનગરમાં 24 કલાક ઇમરજન્સી ધારાવતી અતિઆધુનિક હોસ્પિટલ છે. જેમાં જન્મથી લઈને 18 વર્ષ સુધીના બાળકો માટે સારવાર ઉપલબ્ધ છે. હોસ્પિટલ ટીમમાં ડો. શિવમ્ બદીયાણી, ડો સંદીપ પાગડાર તથા ડો. ઉત્કર્ષ પંડ્યા શામેલ છે.


