Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરનાગમતિ બાદ આજે રંગમતિ નદીના કિનારે મહાપાલિકાનું મેગા ડિમોલેશન - VIDEO

નાગમતિ બાદ આજે રંગમતિ નદીના કિનારે મહાપાલિકાનું મેગા ડિમોલેશન – VIDEO

33 જેટલા દબાણોને જમીનદોસ્ત કરી 66 હજાર ફુટ જમીન ખાલી કરાવાઇ : એસ્ટેટ શાખા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાડતોડ : મહાપાલિકાના કમિશનરના નેજા હેઠળ નદીના ગેરકાયદેસર દબાણો દૂર કરવા કામગીરી

જામનગર મહાનગરપાલિકા દ્વારા નાગમતિ નદીના વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદેસ દબાણો નોટીસ આપ્યા બાદ તોડી પડાયા હતા. ત્યારબાદ એક દિવસના વિરામ પછી આજે ફરીથી રંગમતિ નદીના કિનારે ખડકાયેલા 33 જેટલા ગેરકાયદેસર દબાણોને તોડી પાડવા માટે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રંગમતિ અને નાગમતિ નદીના રસ્તામાં વર્ષોથી અનેક ગેરકાયદેસર દબાણો ખડકાઇ ગયા છે. જેના કારણે નદી દિવસેને દિવસે ઘટતી જાય છે. તેમજ હાલમાં રાજ્ય સરકાર દ્વારા નદીના પટ ચોખ્ખા કરવા અને નદીના પાણીનો પ્રવાહ અવિરત વહેતો રહે તે દિશામાં નદીની ઉંડાઇ વધારવા કામગીરી હાથ ધરવામાં આવી છે. દરમ્યાન જામનગર શહેરમાંથી પસાર થતી રંગમતિ નાગમતિ નદીના કિનારે ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મ્યુનિ. કમિશનર ડી. એન. મોદીની સૂચનાથી એસ્ટેટ શાખા, સોલીડ વેસ્ટ શાખા, ફાયર વિભાગ સહિતના તંત્ર દ્વારા બે દિવસ પહેલાં નાગમતિ નદીના પટમાં થયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવા માટે મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ત્યારબાદ આજે ફરીથી મેગા ડિમોલેશન કામગીરી આગળ ધપાવવા કમિશનરના આદેશ બાદ સોલીડ વેસ્ટ, એસ્ટેટ તથા ફાયર શાખા સહિતની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના રણજિતસાગર રોડ પર રંગમતિ નદીના કિનારે બે અલગ અલગ જગ્યાએ ખડકાયેલા 33 ગેરકાયદેસર દબાણકારોને નોટીસ આપ્યા બાદ ડીમોલીશનની કામગીરી હાથ ધરવા 6 જેસીબી, 4 ટ્રેકટર, 1 હિટાચી સહિતના મશીનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 66 હજાર ફુટ જગ્યા ખાલી કરવા 100 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીના કારણે શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં મહ્દઅંશે રાહત થઇ શકે તેમ છે. મહાપાલિકા દ્વારા હાથ ધરાયેલી મેગા ડિમોલેશન કામગીરી હજી આગામી દિવસોમાં પણ અવિરત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular