Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરમહિલા બૂટલેગરના ગેરકાયદેસર દબાણ ઉપર સરકારી બૂલડોઝર ફરી વળ્યું

મહિલા બૂટલેગરના ગેરકાયદેસર દબાણ ઉપર સરકારી બૂલડોઝર ફરી વળ્યું

પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલ : 1200 સ્કવેર ફુટની સરકારી જમીન ઉપર મકાન ખડકી દીધું : પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા સરકારી જમીન ખુલી કરાવાઇ

જામનગર શહેર અને જિલ્લામાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો કરી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્ત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત જામનગર તાલુકાના દડિયા ગામમાં મહિલા બૂટલેગર દ્વારા ગેરકાયદેસર ખડકાયેલું 1200 સ્કવેર ફૂટવાળુ મકાન પોલીસે તોડી પાડી સરકારી જમીન ખુલી કરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં અસામાજિક તત્ત્વો દ્વારા સરકારી જમીનો ઉપર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમ્યાન સરકારી જમીનો ઉપર ખડકાયેલા અસામાજિક તત્ત્વોના બાંધકામો તોડી પાડવામાં આવે છે. જેમાં જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતાં રસિલાબેન ઓઘડભાઇ જાટિયા નામના મહિલા વિરૂધ્ધ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે તેમજ આ મહિલા ઘણાં લાંબા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તેમજ દડિયા ગામમાં મહિલા દ્વારા સરકારી જમીન ઉપર આશરે 1200 ચો.ફુટવાળુ રૂપિયા નવ લાખની કિંમતનું રહેણાંક મકાન બનાવી લીધું હતું. જેમાં બે રૂમ અને ઓસરી સહિતનું બાંધકામ ખડકી દીધું હતું.

જિલ્લામાં અસામાજિક તત્ત્વો દ્વારા સરકારી જમીનો ઉપર ખડકાયેલું આ બાંધકામ તોડી પાડવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને આઇપીએસ પ્રતિભાબેનની સૂચનાથી પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફએ મહિલા બૂટલેગરનું ગેરકાયદેસરનું મકાન તોડી પાડી 1200 સ્કવેર ફુટ સરકારી જમીન ખુલી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરીથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular