જામનગર તાલુકાના દરેડ ગામમાં લાલપુર રોડ પર ગેરકાયદેસર રીતે બાટલાઓમાં ગેસ રીફીલીંગ કરવાનું કૌભાંડ ચલાવતા સ્થળે એસઓજીની ટીમે રેઇડ દરમ્યાન 11 હજારની કિંમતના મુદામાલ સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં લાલપુર રોડ પર રાંદલ માતાજીના મંદિરની સામેના વિસ્તારમાં બેદરકારી રીતે ગેરકાયદેસર ગેસના બાટલાઓમાં ગેસ રીફીલીંગ કરવાનું કૌભાંડ ચાલતુ હોવાની બાતમીના આધારે એસઓજી પીઆઇ બી. એન. ચૌધરી, પીએસઆઇ એલ. એમ. જેર, એ. વી. ખેર તથા વીરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા, તૌસિફભાઇ તાયાણી સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન નારણ ગાંડા મકવાણા નામના શખ્સને ત્યાંથી સેફટીના સાધનો વગર ગેરકાયદેસર રીફીલીંગ કરતાં એક ભરેલો અને એક અડધો ભરેલો મોટો બાટલો તથા 6 ખાલી બાટલા, પ્લાસ્ટીકનો રેગ્યુલેટરવાળો પાઇપ, વજનકાંટો મળી કુલ રૂા. 11 હજારના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


