Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ટેબલ ટેનિસ ખેલાડીઓ માટે સમર કેમ્પ યોજાશે

જામનગરમાં ટેબલ ટેનિસ ખેલાડીઓ માટે સમર કેમ્પ યોજાશે

જામનગરના ખેલાડીઓ માટે ઘણી બધી એક્ટિવિટીસ થતી હોય છે. ત્યારે ટેબલ ટેનિસ ખેલાડીઓ માટે પણ હવે સમર કેમ્પનું આયોજન જામનગરના આંગણે કરવામાં આવશે.

- Advertisement -

આગામી તા. 1-05-2025 થી તા. 31-05-2025 સુધી સવારના 7.00 થી 10.00 વાગ્યા દરમ્યાન, એમ. પી. શાહ કોલેજના તન્ના હોલ ખાતે. ટેબલ ટેનિસના ખેલાડીઓ માટે સમર કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં બિગિનર માટે રૂપિયા 750 અને એડવાન્સ ટેકનિક માટે રૂા. 1500 જેટલી ફી રાખવામાં આવી છે. જેમાં સૌપ્રથમ આઠ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. તો જલ્દીથી નામ નોંધાવવા માટે મિહિર કસતા 95108 90865 અને કમલેશ પરમાર 93282 98808નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular