Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં 48 લાખની પ્રિ-મોન્સુન કામગીરીને બહાલી - VIDEO

જામનગરમાં 48 લાખની પ્રિ-મોન્સુન કામગીરીને બહાલી – VIDEO

સ્થાયી સમિતિએ કુલ 3.51 કરોડના જુદા-જુદા કામોના ખર્ચને આપી બહાલી : ટાઉનહોલ સર્કલના ડેવલોપમેન્ટ માટે રિલાયન્સની દરખાસ્તનો સૈધ્ધાંતિક સ્વીકાર

જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિએ ચોમાસું નજીક આવતાં શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત કેનાલ અને ગટરોની સફાઇ માટે 48.56 લાખનું ખર્ચ મંજુર કર્યુ છે. આ કામગીરી શહેરના અલગ-અલગ 9 વિભાગોમાં મેન્યુઅલ તથા મશીનરી દ્વારા કરવામાં આવશે. દર વર્ષે શહેરમાં લાખો રૂપિયા ખર્ચીને પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે. બેઠકમાં કુલ 3.5 કરોડના જુદા-જુદા કામોના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

- Advertisement -

ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 3.5 કરોડના જુદા-જુદા કામોનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. વોર્ડ નં. 16માં કિર્તીપાનથી વૃન્દાવન પાર્ક સુધી સ્ટ્રોમ વોટર પાઇપ ડ્રેનેજ માટે 123 લાખનું ખર્ચ મંજૂર કરાયું હતું. જયારે વોર્ડ નં. 3માં ખાનગી સોસાયટીઓ હાઉસીંગ બોર્ડની વસાહતો તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોક ભાગીદારીથી માળખાકિય સુવિધાઓના કામ માટે 1 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. શહેરમાં ટાઉનહોલ પાસેના સર્કલને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડેવલોપ કરવામાં આવશે. આ અંગેની દરખાસ્તનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ ઉપરાંત જુદા-જુદા વિસ્તારોમાં વોટર વર્કસ વિભાગો અંતર્ગત વોટર પાઇપ લાઇન, નેટવર્ક સહિતના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. જયારે શહેરમાં નવનિર્મિત 3 શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રના 3 વર્ષના માટેના ઓપરેશન એન્ટ મેન્ટેનન્સ કરવાના કામ અંગેની કમિશનરની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. આ બેઠકમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની, આસી. કમિશનર ટેકસ જીગ્નેશ નિર્મલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular