Friday, December 5, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસપેટના રોગો અંગે આયુર્વેદ શું કહે છે...?? જાણો

પેટના રોગો અંગે આયુર્વેદ શું કહે છે…?? જાણો

શરીરમાં પોષણ અને પૂરણની જવાબદારી સંભાળતું પાચનતંત્ર સૌથી મહત્વનું છે. અન્નમ્ વૈ પ્રાણા: એ ઉક્તિ અનુસાર આ યુગમાં જયાં સુધી શરરીને અન્ન મળે છે ત્યાં સુધી પ્રાણ ટકી રહે છે. જેથી અન્ન ને જ પ્રાણ ગણવામાં આવે છે.

- Advertisement -

અન્નરૂપ પ્રાણથી શરીરસ્થ પ્રાણનું અનુવર્તન કરાવતા આ તંત્રની કાર્યપૂરક આવશ્યકતા સમજી શકાય તેવી છે. આ તંત્ર મુખઓષ્ઠથી શરૂ થઈ ગુદઓષ્ઠ સુધી એક સળંગ સ્ત્રોતસ તરીકે લંબાયેલ છે. જેને મહાસ્ત્રોતમ કહે છે. આજનાઆ વૈજ્ઞાનિક યુગમાં અનિયમિત જીવનશૈલી, ખાવાપીવાની અયોગ્ય આદતો તથા માનસિક તનાવને લીધે ઘણાં બધા પાચનતંત્રનો રોગો ભારત દેશમાં જ નહીં, પશ્રંતુ વિશ્ર્વમાં કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. લાંબાગાળે પાચનતંત્રમાં નબળાઈને લીધે પેટમાં દુ:ખાવો, ઉલ્ટી, કમળો, એસીડીટી, કબજિયાત જેવા રોગો થઈ શકે છે.

જો પાચનતંત્રના રોગોનું વહેલાસર નિદાન થાય અને આયુર્વેદ વર્ણિત દિનચર્યા, ઋતુચર્યા અને પથ્યા આહાર-વિહાર વગેરે સમજણ કેળવીને તે પ્રમાણે જીવન શૈલીમાં ફેરફારો કરવામાં આવે તો, પાચનતંત્ર લગતી સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓનું જોખમ ઘણાં પ્રમાણમાં ઘટાડી શકાય છે.

- Advertisement -

પાચન વિકૃઋતિઓના કારણે:
પૂરતી કસરત ન કરવાના કારણે, ઓછા પ્રમાણમાં ફાઈબર ખોરાક લેવું, વધારે પડતી મુસાફરી અથવા અનિયમિત ખોરાક લેવાથી, ડેર ઉત્પાદનો મોટા પ્રમાણમાં ખાવાથી, સતત ચિંતા અને ટેન્શન રાખવાથી, પેશાબ અથવા સંડાસની અરજને રોકી રાખવું, વધારેપડતુ લેકઝેટીવસ (કબજિયાતની દવાઓ) વાપરવાથી, ખૂબ તેલવાળો અને મસાલેદાર ખોરાક ખાવાથી, વધારે પડતી એલોપેથિક દવા લેવાથી.

પાચનતંત્રમાં વિકૃતિઓના લક્ષણો:
પેટનો દુ:ખાવો, પેટનો સોજો, પેટ ફુલવુ, ઓડકાર, ગળામાં અને છાતીમાં બળતરા, કબજિયાત, ઝાડા, ગેસ અને વાત, અપચો, ઉબકા, ઉલ્ટી.

- Advertisement -

ધ્યાનમાં રાખવાની બાબતો:
અગાઉનું ભોજન પાચન થઈ ગયા બાદ નવુ ભોજન લેવુ, સ્નિગ્ધ ભોજન લેવુ (ફરસાણ વગેરે ન લેવું), વિરૂધ્ધ આહાર ન લેવો (દા.ત. દૂધ, ખીચડી…), તાજુ અને ગરમ ભોજન લેવું, સ્વચ્છ સ્થાન, સ્વચ્છ પાત્રમાં ભોજન કરવું., સમ્યક્ માત્રામાં ભોજન કરવું., ભોજન વ્યવસ્થિત ચાવીને જમવું., એકાગ્ર મન અને શાંત ચિતે ભોજન કરવું., ભોજન કરતા કરતા અન્ય ક્રિયાઓ ન કરવી જોઇએ., ભોજન કર્યા બાદ 100 ડગલા ચાલવું., તરત સુઈ જવું નહીં., ભોજન

આયુર્વેદિક ઔષધ ચિકિત્સા:
ત્રિફલા, આદુ, ત્રિકટુ, હળદર, કુવારપાઠુ, હિંગ, અજમો, જીરૂ, શૂંઠ, મરી, પીપર.

યોગ ચિકિત્સા:
આસનો, ભુજંગાસન, ધનુરાસન, મત્સ્યાસન, વજ્રાસન, પવનમુકતાસન, પશ્ર્ચિમોત્તાસન, યોગ-ધ્યાન, અનુલોમ-વિલોમ

પ્રાણાયામ, કપાલભાતિ:
પંચકર્મ ચિકિત્સા : વમન, વિરેચન, બસ્તિ.

પાચનતંત્ર (પેટના રોગો) રોગની વિશેષ આયુર્વેદિક સારવાર, જાણકારી તેમજ માર્ગદર્શન માટે વૈદ્યા મેઘા જી. પંડયા – દર ગુરુવારે તથા શનિવારે (સવારે 9 થી 12:30) સંપર્ક કરવા આઈટીઆરએ જામનગરની યાદીમાં જણાવાયું છે.

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular