Monday, April 21, 2025
Homeરાજ્યહાલારપત્રકાર તરીકેને ખોટી ઓળખ આપી રૂપિયા પડાવતા આરોપીઓ વિરૂધ્ધ વધુ ત્રણ ફરિયાદ

પત્રકાર તરીકેને ખોટી ઓળખ આપી રૂપિયા પડાવતા આરોપીઓ વિરૂધ્ધ વધુ ત્રણ ફરિયાદ

લૈયારામાં રૂા.10 હજાર, જોડિયામાં રૂા.15 હજારનો તોડ કર્યાની ફરિયાદ

પત્રકારના નામે વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવવાના બનાવમાં આરોપીઓ વિરૂધ્ધ પોલીસ ચોપડે વધુ ત્રણ ફરિયાદો નોંધાઇ છે. લૈયારા ગામના જેસીબીચાલક પાસેથી રૂા.10 હજાર, જોડિયા તાલુકાના હડિયાણા અને કુનડ ગામમાંથી પણ રૂપિયાનો તોડ કર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ફલ્લા ગામમાં આવેલા વેપારી પોતાની સીમમાં ખેતરમાંથી ટ્રેકટર દ્વારા માટી ભરતા હોવાનો વીડિયો ઉતારી પાંચ શખ્સોએ પત્રકાર તરીકેને ઓળખ આપી તેમને ધમકી આપી બળજબરીપૂર્વક રૂપિયા પડાવી લીધા હતાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી. આ દરમિયાન આરોપીઓ સામે વધુ ત્રણ ફરિયાદ નોંધાઈ છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારામાં રહેતાં ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પ્રવિણ કરશન પરમાર, વિરુબેન સવજી પરમાર, ગીતા પ્રવિણ ચાવડા, રાજેશ્રી ઉર્ફે જયશ્રી દિપક ચૌહાણ તથા જગદીશ હસમુખ સાંથેલા નામના પાંચેય ગત તા.8 એપ્રિલના રોજ જીજે-04-સીજે-2162 નંબરની અર્ટીગા ગાડીમાં આવી ફરિયાદી જેસીબી તથા ટ્રેકટર વડે માટી ઉપાડવાનું કામ કરતા હતાં ત્યારે આવીને પોતાની ખાણખનીજના અધિકારી તરીકેને ઓળખ આપી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક રૂા. 10 હજાર પડાવી લીધા હતાં.

આ ઉપરાંત જામનગરના જોડિયા તાલુકામાં રહેતાં મોતીભાઈ દેવાભાઈ ધ્રાંગિયા એ જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આરોપીઓ પ્રવિણ કરશન પરમાર, વૈશાલી મનિષ ધામેચા, જયોતિ હેમંત માણકરણા તથા વિરુબેન સવજી પરમાર દ્વારા ગત તા.7 એપ્રિલના રોજ ફરિયાદી હડિયાણા ગામતળ હેઠળના તળાવમાં જેસીબી તથા ટે્રકટર વડે ખેતરમાં માટી ભરવા ખોદકામ કરતા હોય તેઓ વીડિયો ઉતારી જીજે-04-સીજે-2162 નંબરની અર્ટીગા ગાડીમાં આવેલા આરોપીઓએ પ્રસારણ કરવાની બીક બતાવી ફરિયાદી પાસેથી રૂા.10 હજાર કઢાવી લઇ ગુનો કર્યા અંગે ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

તેમજ જામનગરના જોડિયા તાલુકામાં રહેતાં મછાભાઈ જીવાભાઈ ધ્રાંગિયા એ જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા.4 માર્ચના રોજ ફરિયાદી જેસીબી તથા ટ્રેકટર વડે કુન્નડ ગામની સીમમાં ખેતીની જમીનમાં જેસીબી તથા ટ્રેકટર વડે ખેતરમાં માટી ભરવા સારુ ખોદકામ કરતા હતાં ત્યારે પ્રવિણ કરશન પરમાર તથા વિરુબેન સવજી પરમાર તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો જીજે-04-સીજે-2162 નંબરની અર્ટીગાગાડીમાં આવી પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી વીડિયો ઉતારી પ્રસારણ કરવાની બીક બતાવી બળજબરીપૂર્વક રૂા.5 હજાર કઢાવી લીધા હતાં. પોલીસ દ્વારા વધુ ત્રણ ફરિયાદો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular