જામનગર શહેરમાં શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. શહેરના રાંદલનગર વિસ્તારમાં માર્ગમાં બેઠલી ગાયને અજાણ્યો વ્યકિતએ તેને ત્યાંથી ખસેડીને પરેશાન કરે છે. અને વિકૃત માનસિકતા ધરાવતા વ્યકિતએ મુંગા પશુ સાથે ના કરવાનુ કર્યુ. સમગ્ર બનાવના સીસીટીવી સામે આવતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. આવા વિકૃત માનસિતા ધરાવતા વ્યકિતને શોધી તેની સામે કડક પગલા લેવાની સ્થાનિકોએ માંગ કરી છે.
શરમજનક બનેલી ઘટનાની વિગત મુજબ, જામનગર શહેરના રાંદલનગર વિસ્તારમાં વિકૃત માનસિકતા ધરાવતા અજાણ્યો વ્યકિત મોડી રાત્રીના જાહેર માર્ગ પર સાયકલ પર પસાર થાય છે તે વખતે ત્યાં માર્ગમાં બેઠલી ગાયને ત્યાંથી ખસેડે છે. અને જાહેર માર્ગમાં તેની સાથે દુષ્કૃત્ય કરે છે. રાંદલનગર વિસ્તારમાં ગત 6 એપ્રિલના રોજ વહેલી સવારે બનાવ બન્યો છે. સીસીટીવી સામે આવ્યા બાદ આ બનાવની જાણ થઈ છે. અને સીસીટીવીમાં અજાણ્ય વ્યકિત તમામ કરતુતો સામે આવી છે. ગૌપ્રેમીઓમાં બનાવથી રોષની લાગણી ફેલાઈ છે. આવા આવારા તત્વો સામે કડકમાં કડક પગલા લેવા માટે સ્થાનિક મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી છે. સમગ્ર બનાવના સીસીટીવી ફુટેજ થયા વાયરલ થયા છે. સ્થાનિક મહિલાઓ દ્વારા આવા બનાવથી નાની બાળકી, મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે. છોટીકાશી તરીકે પ્રખ્યાત એવા જામનગરમાં બનેલી આ ઘટનાએ હાલારવાસીઓને હચમચાવી દીધા છે અને આ નરાધમ શખ્સને ઝડપી લેવા અને કડક સજા કરવા શહેરીજનો દ્વારા લોકમાંગણી ઉઠી રહી છે.


