Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં આઠ માળિયા આવાસમાં યુવાનના મકાનમાંથી ચોરી

જામનગરમાં આઠ માળિયા આવાસમાં યુવાનના મકાનમાંથી ચોરી

ચાર કલાક બંધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટકયા : રૂા.95 હજારના સોનાના દાગીનાની ચોરી : પોલીસ દ્વારા તસ્કરોની શોધખોળ

જામનગર શહેરમાં ખોડિયાર કોલોની નજીક આવેલા આઠ માળિયા આવાસમાં રહેતાં યુવાનના બંધ ફલેટના દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ 95000 ની કિંમતના સોનાના દાગીના ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા આઠ માળિયા આવાસમાં બ્લોક નંબર-સી-1, રૂમ નંબર-608 માં રહેતાં અને રીક્ષા ચલાવતા અમિતભાઈ સુરેશભાઈ બડધા (ઉ.વ.36) નામનો યુવાન તેના પરિવાર સાથે બહારગામ ગયા હતાં તે દરમિયાન ગત તા. 2 એપ્રિલના રોજ બપોરના 4 વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધીના ચાર કલાકના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઘરના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી રૂા.22 હજારની કિંમતનો એક તોલાનો સોનાનો ચેઈન તથા રૂા.18 હજારની કિંમતના પોણા તોલાના સોનાના પાટલા તથા રૂા.55 હજારની કિંમતની અઢી તોલાની ચાર સોનાની વીટી સહિત કુલ રૂા.95000 ના દાગીના ચોરી કરી ગયા હતાં. આ અંગેની અમિતભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular