Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખીરસરા ગામે જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી

ખીરસરા ગામે જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી

રૂા. સવા લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત સાત ઝબ્બે

કલ્યાણપુર પંથકના સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં ખીરસરા ગામે ચાલતા એક જુગારના અખાડામાં દરોડો પાડી પોલીસે એક મહિલા સહિત સાત શખ્સોને રૂપિયા સવા લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

- Advertisement -

આ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ તેમજ સ્ટાફ દ્વારા રાવલ આઉટ પોસ્ટ વિસ્તારમાં મંગળવારે રાત્રે દારૂ-જુગાર અંગે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પેટ્રોલિંગ દરમિયાન ઈન્ચાર્જ પી.આઈ. અખેડને મળેલી બાતમીના આધારે ખીરસરા ગામના વાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા જુગારના અખાડા પર દરોડો પાડવામાં આવ્યો હતો.

આ સ્થળેથી પોલીસે આવડા રામા ખૂંટી, સામત નાથા મોઢવાડિયા, રામદે દેવશી ઓડેદરા, અરજણ રામા ખૂંટી, રાજુ ખીમા કુછડીયા, કેશુ ધીમા ઓડેદરા અને રૂડીબેન કેશુભાઈ મોઢવાડિયા નામના સાત વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ સ્થળેથી પોલીસે રૂા. 18,000 રોકડા, રૂા. 18,200 ની કિંમતના 5 નંગ મોબાઈલ ફોન તેમજ રૂા.45,000 ની કિંમતના બે મોટરસાયકલ મળી કુલ રૂા. 1,24,200 કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular