જામનગર શહેરમાં ન્યુ સ્કુલ સામે બનારસી પાણીપુરી વાળાની દુકાનથી લાખોટા તળાવના ગેઈટ નંબર-9 તરફ જવાના માર્ગ પર આવેલો કેનાલનો સ્લેબ તૂટી ગયો હતો અને આ તૂટી ગયેલા સ્લેબના રિપેરીંગ કામ માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા અડધો રસ્તો બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે આ કેનાલનો સ્લેબ તૂટી ગયો હોવાથી આ સ્લેબને કાઢીને નવો સ્લેબ બનાવવાનું કામ તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યું હતું. આ કામ પૂર્ણ કરતા એક મહિના જેટલો સમય લાગે તેમ હોવાથી મહાનગરપાલિકા દ્વારા એક મહિના માટે આ રસ્તો બંધ રાખવામાં આવ્યો હોવાનું જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.


