ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે ગઈકાલે મંગળવારે બપોરે સ્મશાનમાં રાખવામાં આવેલા લાકડામાં એકાએક આગ ભભૂકી ઉઠતા આ અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર સ્ટાફના જવાનોએ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને પાણીનો મારો ચલાવીને આશરે અઢી કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મેળવી હતી.
આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આગનું કોઈ ચોક્કસ કારણ પણ બહાર આવ્યું નથી.


