Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા પંથકની સગીરાના દુષ્કર્મમાં આરોપીને 20 વર્ષની સજા

ખંભાળિયા પંથકની સગીરાના દુષ્કર્મમાં આરોપીને 20 વર્ષની સજા

ત્રણ વર્ષ પૂર્વે દખણાદા બારાના શખ્સ સામે નોંધાયો હતો ગુનો : ભોગ બનનારને એક લાખનું વળતર ચૂકવવા આદેશ

ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને ગત તા. 2 એપ્રિલ 2022 ના રોજ દખણાદા બારા ગામના વાડી વિસ્તારમાં રહેતો લાલુભા પ્રવિણસિંહ જાડેજા નામનો શખ્સ લલચાવી – ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે મોટરસાયકલ પર સગીરાનું અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના પરિવારનો દ્વારા સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

- Advertisement -

ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયા બાદ આરોપી દ્વારા સગીરા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધીને દુષ્કર્મ આચરવા સબબ જે-તે સમયે સલાયા મરીન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી જે.કે. ડાંગર દ્વારા આરોપીના મેડિકલ નમૂના મેળવી અને એફએસએલ તપાસ સાથે ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.

આ કેસ અહીંના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ભોગ બનનારની જુબાની તેમજ વિવિધ નિવેદનો વિગેરે સાથે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ લાખાભાઈ આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી અને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ.જી. મનસુરી દ્વારા આરોપી લાલુભા પ્રવિણસિંહ જાડેજાને તકસીરવાન ઠેરવી, જુદા જુદા ગુનાઓમાં 20 વર્ષની કેદ તથા રૂપિયા 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -

આ કેસમાં ભોગ બનનારના સામાજિક આર્થિક અને માનસિક પુનર્વસન માટે કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular