Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકાલાવડમાં બાથરૂમમાં ન્હાવા ગયેલી તરૂણીનું વીજશોકથી મોત

કાલાવડમાં બાથરૂમમાં ન્હાવા ગયેલી તરૂણીનું વીજશોકથી મોત

કાલાવડ ગામમાં નગરપાલિકા પાછળના વિસ્તારમાં રહેતી તરૂણી બાથરૂમમાં ન્હાવા ગઈ ત્યારે ઈલેકટ્રીક શોર્ટ લાગતા બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કાલાવડ ગામમાં નગરપાલિકા પાછળના વિસ્તારમાં રહેતાં અશરફભાઈ સમા નામના મજૂરી કામ કરતાં યુવાનની પુત્રી અફરોજાબેન અશરફભાઈ સમા (સંધી) (ઉ.વ.16) નામની તરૂણી શુક્રવારે બપોરના સમયે તેના ઘરના બાથરૂમમાં ન્હાવા માટે ગઈ હતી અને તે દરમિયાન તેણીને ઈલેકટ્રીક શોર્ટ લાગતા બેશુદ્ધ થઈ ગઈ હતી. તરૂણીને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular