Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસગીરા સાથે દુષ્કર્મના કેસમાં પરપ્રાંતિય આરોપીને 20 વર્ષની જેલ

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં પરપ્રાંતિય આરોપીને 20 વર્ષની જેલ

આરોપીને રૂા. 19000નો દંડ તથા ભોગ બનનારને રૂા.4 લાખ વળતર ચૂકવવા હુકમ

જામનગરમાં 15 વર્ષની બાળાને ભગાડી જઇ દુષ્કર્મ આચરવાના કેસમાં અદાલત દ્વારા આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં હુકમ કર્યો છે. તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂપિયા 4 લાખ ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના એક વાલી દ્વારા બિહારનાં ભોજપુર જિલ્લાના મોહંમ્મદ અરમાન ઉર્ફે નવાબ સિદીકી સામે 15 વર્ષે બે માસની સગીરાને લલચાવી ફોસલાવીને ગત તા. 23-9-2023ના રોજ લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી જઇ બિહાર તથા અન્ય જગ્યાઓએ લઇ જઇને ભોગ બનનારની ઇચ્છા વિરૂધ્ધ વારંવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવેલ હતી. પોલીસ દ્વારા અપહરણ, દુષ્કર્મ તથા પોકસો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ બાદ આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ પોકસો કાયદાની ખાસ અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા સરકારી વકીલ જમનભાઇ ભંડેરીની રજૂઆતો પુરાવાઓ ધ્યાને લઇ આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની જેલની સજા તથા વિવિધ કલમો હેઠળ રૂપિયા 19000નો દંડ પણ ફટકાર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂપિયા 4 લાખ ચૂકવવા પણ હુકમ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular