View this post on Instagram
અયોધ્યાની આહુતિ શુક્લાએ જામનગરના આંગણે બાલા હનુમાન મંદિરે ધૂન બોલાવી માત્ર નવ વર્ષની ઉમરમાં સાહિત્યનું બહોળું જ્ઞાન ધરાવી હિન્દી કવિયત્રી તરીકે પાંચ વર્ષથી કારકિર્દી ધરાવે છે.
ઉત્તરપ્રદેશના અયોધ્યાથી બ્રહ્મસમાજનું ગૌરવ એવી નવ વર્ષની દીકરી આહુતિ શુક્લાએ જામનગરના આંગણે વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે રામધુન બોલાવીને ભક્તિનાં રંગમાં લોકોને રંગી દીધા હતા.
હિન્દી કવિયત્રી તરીકે છેલ્લા પાંચ વર્ષથી કારકિર્દી ધરાવતી આહુતિ નાનપણથી જ ધર્મ અને સાહિત્ય પ્રત્યે લગાવ ધરાવે છે. જેને સાહિત્યનું ખુબજ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને કવિતાના માધ્યમથી લાખો લોકોના દિલ જીત્ય છે. ત્યારે જામનગરના આંગણે વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાનજીના સાનિધ્યમાં રામધુન બોલાવી તેણે બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું હતું અને બાળકોમાં નાનપણથી ધર્મ અને સાહિત્યની જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


