Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરએસટી બસે બાઈકને હડફેટે લેતા બે યુવાનોને ઈજા

એસટી બસે બાઈકને હડફેટે લેતા બે યુવાનોને ઈજા

યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા : એસટી બસચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ

જામનગરમાં એસ.ટી. રોડ પર એસટી બસે મોટરસાઈકલને હડફેટે લેતા બાઈક સવાર બે યુવાનો ઈજાગ્રસ્ત થતા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતને કારણે માર્ગ પર લોકોના ટોળા એકઠા થતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જેનેે લઇ પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. આ અંગે એસટી બસચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરના ઢીચડા રોડ એરફોર્સ 1 આશાપુરા પ્રોવિઝન સ્ટોર્સની સામે રહેતા અને ખાનગી પ્રાઈવેટ નોકરી કરતા પ્રેમભાઈ વસંતભાઈ ભદ્રા (ઉ.વ.25) નામના યુવાન તથા તેમના સાઢુભાઈ જયભાઈ બગડાના મોટરસાઈકલ જીજે-03-પીસી-8739 માં જઈ રહ્યા હતાં તેઓ મોટરસાઈકલમાં પાછળ બેઠા હતાં આ દરમિયાન એસ ટી રોડ કચ્છી સ્નેકસ દાબેલી સામે પહોંચતા સામેથી આવતી જીજે-18-ઝેડ-3860 નંબરની એસટી બસ ચાલકે પોતાની બસ પૂરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મોટરસાઈકલને હડફેટે લીધી હતી. આ અકસ્માતને કારણે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં તેને પરિણામે ટ્રાકિફ જામ સર્જાયો હતો.

આ અકસ્માતમાં ફરિયાદી પ્રેમભાઈને ડાબા હાથમાં તથા શરીરે ઈજાઓ તેમજ જયભાઇ બગડાને પગમાં ફેકચર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગે પ્રેમભાઈ દ્વારા સીટી એ ડીવીઝનમાં જીજે-18-ઝેડ-3860 નંબરના એસટી બસ ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા સિટી એ ના એએસઆઈ એમ.એમ. જાડેજા દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular