ધ્રોલના વાંકિયા ગામમાં રહેતાં યુવાનના ઘરમાં રહેલ 16 ગુુણી જીરુ તસ્કરો ચોરી કરી લઇ ગયાની ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં રહેતાં ધર્મેશભાઈ હરજીવનભાઈ ભીમાણીના રહેણાંક મકાને તા.23ના રાત્રિના 10 વાગ્યાથી તા.24 ના સવારે 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સો મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મકાનની ઓસરીમાં પડેલ જીરાની ગુણીઓમાંથી કુલ રૂા.168000 ની કિંમતનું 16 ગુણી આશરે 48 મણ જીરુ ચોરી નાશી ગયા હતાં. આ અંગે ધર્મેશભાઈ દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.