Friday, January 30, 2026
Homeવિડિઓખંભાળિયામાં ચઢતા પહોરે ટ્રકમાં લાગી ભીષણ આગ - VIDEO

ખંભાળિયામાં ચઢતા પહોરે ટ્રકમાં લાગી ભીષણ આગ – VIDEO

- Advertisement -

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ પાસે આજે વહેલી સવારે એક ટ્રકમાં આગ લાગતા થોડો સમય દોડધામ મચી જવા પામી હતી. જો કે આગનું કારણ જાણવા મળ્યું નથી.

આ અંગે ફાયર સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલની સામેના રોડની એક સાઈડમાં પાર્ક કરીને રાખવામાં આવેલા એક ટ્રકમાં આજરોજ આશરે ચારેક વાગ્યાના મળસ્કે આગ લાગી હોવા અંગેની જાણ એક આસામી દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી. આ અંગેનો કોલ મળતા જિલ્લા ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર સ્ટાફના જવાનો ટ્રકના પાર્કિંગ સ્થળે ફાયર ફાયટર સાથે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગના કારણે ટ્રકમાં વ્યાપક નુકસાની થયાનું પણ કહેવાય છે.

- Advertisement -

આ ઘટનાનું કારણ હાલ બહાર આવ્યું નથી. સાથે ટ્રકના માલિક અંગેની જાણકારી મેળવી, જરૂરી કાર્યવાહી કરાઈ હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular