જામનગરમાં સાંઢીયા પુલ પાસે કોપર સીટી ડી વીંગમાં રહેતી પરિણીતા અન્ય વ્યક્તિ સાથે ફોનમાં વાત કરતી હોય જેથી તેના પતિએ વાત કરવાની ના પાડતા તેનું મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર સાંઢીયા પુલ પાસે કોપર સીટી ડી વીંગ ફલેટનં.203 માં રહેતી કિંજલબેન અશોકભાઈ દેથરીયા (ઉ.વ.30) નામની પરિણીતા વિજય વાળા નામની વ્યકિત સાથે ફોનમાં વાત કરતી હોય. જેથી તેના પતિએ વાત કરવાની ના પાડતા તેનું મનમાં લાગી આવતા તા.21 ના રોજ પોતાના ઘરે પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગે મૃતકના પતિ અશોકભાઈ દ્વારા સિટી સી પોલીસને જાણ કરતા સિટી સી ના પીએસઆઈ આર.કે. ખલીફા સહિતનો સ્ટાફ દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.


