જામનગર મહાનગરપાલિકા દવારા શહેરીજનો માટે ચાલુ નાણાંકીય વર્ષ 2024-25 માં તા.15/02/2025 થી તા.31/03/2025 સુધી મિલ્કત વેરા, પાણી ચાર્જ અને વ્યવસાય વેરામાં 100% વ્યાજમાફી તથા કારખાના લાઇસન્સ અને ભાડાની રકમ ઉપર ચડત પેનલ્ટીમાં 100% માફી યોજના જાહેર કરવામાં આવેલ છે.તા.15/02/2025 થી તા.17/03/2025 સુધીના સમયગાળામાં કુલ – 9230 મિલ્કત ધારકોએ મિલ્કત વેરામાં 100% વ્યાજમાફી યોજનાનો લાભ લઇ કુલ રૂ.13.25 કરોડનો મિલ્કત વેરો ભરપાઈ કરી રૂ.3 કરોડ વ્યાજ રાહતનો લાભ મેળવેલ છે. સદરહું સમયગાળામાં પાણી ચાર્જમાં કુલ 4005 કરદાતાઓએ પાણી ચાર્જમાં 100% વ્યાજમાફી યોજનાનો લાભ લઇ કુલ રૂ.1.95 કરોડ ભરપાઈ કરી રૂ.50 લાખ વ્યાજ રાહતનો લાભ મેળવેલ છે.વ્યવસાય વેરામાં કુલ – 600 વ્યવસાયિકોએ કુલ રૂ.90 લાખ ભરપાઈ કરી રૂ.18 લાખ વ્યાજ રાહતનો લાભ મેળવેલ છે. હજુ પણ 3,12,000થી વધુ મિલકત ધારકો પૈકી દોઢ લાખથી વધુ મિલકતો ધારકોને વેરાની રકમ બાકી છે.
આ યોજનાનાં છેલ્લાં થોડા દિવસો બાકી હોય અને હજી પણ બાકીદારોની સંખ્યા વધારે હોય, બાકીદારોએ તેઓનાં બાકી વેરા ભરપાઈ કરી 100% વ્યાજમાફી યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકામાં ટેક્સ સ્વીકારવા માટે મહાનગર પાલિકાની મુખ્ય કચેરી ખાતેના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, શરૂ સેક્શન સિવીક સેન્ટર, રણજીતનગર સિવીક સેન્ટર, ગુલાબનગર સિવીક સેન્ટર, મોબાઈલ કલેક્શન વેન, જેએમસી મોબાઈલ એપ્લીકેશન JMC CONNECT APP પરથી, જામનગર મહાનગર પાલિકાની વેબસાઈટ www.mcjamnagar. com, HDFC BANK, IDBI BANK, NAWANAGAR BANK ની તમામ બ્રાંચોમાં પણ ભરપાઈ કરી શકશે. આ ઉપરાંત HDFC BANK ની ગ્રીન સીટી તથા સમર્પણ સર્કલ ખાતે નવી ખોલવામાં આવેલ બ્રાંચોમાં પણ ટેક્સ ભરપાઈ કરી શકાશે.


